________________
[ ૫૦૬ ]
શ્રી વિજ્યપધસરિજી કૃત
- તે (૩) સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત છે
દુનિયામાં માલીકીવાળા જે સચિત્તાદિ પૂલ (મોટા) પદાર્થો છે, તેને માલીકે દીધા ન હોય, તે તે અદત્ત કહેવાય. તેવા પદાર્થોને “હું માલીકની રજા સિવાય ગ્રહણ ન કરૂં” આ જે નિયમ કરે, તે ત્રીજું સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત કહેવાય. સામાન્યથી અદત્તાદાનના ચાર ભેદ છે. ૧. સ્વામી અદત્ત, ૨. જીવ અદત્ત, ૩. તીર્થકર અદત્ત, ૪. ગુરૂ અદત્ત. તેમાં
૧ રવાની અદત્ત–માલીકની રજા લીધા વિના જે - ફૂલ વિગેરે લેવાય, તે સ્વામી અદત્ત કહેવાય.
૨. જીવ અદત્ત–સચિત્ત ફૂલ વિગેરેને તેડવામાં આવે, છેદન, ભેદન કરાય તે જીવ અદત્ત કહેવાય. કારણ કે તે ફૂલ વિગેરેના જાએ તોડનાર, છેદન-ભેદન કરનારાને પિતાના પ્રાણુ ઑપ્યા નથી, અથવા “તમે અમને છેદે” એમ પણ કહ્યું નથી.
૩. તીર્થકર અદત્ત––પ્રભુદેવની આજ્ઞા વિરૂદ્ધ કઈ કાર્ય કરીએ તે, જેમ “શ્રાવકોએ અનંતકાય વિગેરેના ખાવા” એમ પ્રભુએ કહ્યું છે છતાં ખાય વિગેરે, તે તીર્થકર અદત્ત કહેવાય છે.
૪. ગુરૂ અદત્ત––ગુરૂના આપ્યા વિના ખાવું, પીવું, લેવું, દેવું વિગેરે ક્રિયા કરે, તે ગુરૂ અદત્ત કહેવાય. જેમશ્રાવક ગુરૂએ નહિ દીધેલ નકારવાલી વિગેરે પદાર્થો ત્યે વિગેરે. - અહીં સ્વામી અદત્તને અંગે મુખ્ય બીના છે એમ સમજવું. બીજાના દ્રવ્યાદિ પદાર્થો ઘણી જાતના હોય છે. દાખલા તરીકે ૧. થાપણ તરીકે મૂકેલા દ્રવ્ય વિગેરે, ૨. દાટેલું, ૩.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org