________________
[૪૬]
શ્રી વિજયપઘસરિછ કૃત - પ. દુર્ગધ અને ગંદકી વિગેરેને દૂર કરતાં, કંઈ પણ તડકે સૂકવતાં, બાળતાં, કારણે ધૂપ કરતાં જયણ.
૬. જલે મૂકવી, મૂકાવવી, તેની જ્યણ. સ્વપ્નમાં હિંસા થાય તેની જયણું.
૭. ઘર, કૂવા, વિગેરે બનાવવા અને કારણે દવા ઉપચાર કરાવે, વિગેરે જરૂરી પ્રસંગે જયણું.
અનુકંપા બુદ્ધિથી જયણા પૂર્વક દરેક કાર્ય કરવા કરાવવા કાળજી રાખું. જેથી હિંસા દેષથી બચી શકાય.
પહેલાં કહ્યા મુજબ સાધુ મહાત્માઓને વિસ વસા દયા હોય એટલે તેઓ સાપરાધી–નિરપરાધી તમામ વ્યસ, સ્થાવર અને સાપેક્ષપણે કે નિરપેક્ષપણે સંકલ્પથી કે આરંભથી મન, વચન, કાયાએ કરીને હિંસા કરે નહિ, કરાવે નહિ, અને અનુદે નહિ, આમાંથી શ્રાવકને માટે એમ સમજવું કે
૧. ભેગે પગ વિગેરેના વ્યવહારાદિ પ્રસંગે સ્થાવરની નિરૂપાયે (અણુ છૂટકે) હિંસા કરવી પડે.
૨. વાઘ વિગેરે મારવા સામા આવે એમ આવા બીજા પણ મરણાંત પ્રસંગે સ્વપરના બચાવની ખાતર કદાચ સાપરાધીની હિંસા થાય.
૩. મીલ, પ્રેસ વિગેરે સાધનાથી આજીવિકા ચલાવતાં આરંભ હિંસા થાય.
૪. રાજાને ત્યાં નોકરી હોય, ત્યારે લડાઈ વિગેરેમાં જતાં સાપેક્ષ હિંસા થાય. શ્રાવકે આમ ચાર વિભાગે દયા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org