________________
[ ૪૯૪ ]
શ્રી વિજયપદ્મસૂરિજી કૃત
વીને આ વ્રતને ગ્રહણ કરવાની ઇચ્છાવાલા ભવ્ય જીવાને આ વ્રત લેવામાં સરલતા થાય, આ મુદ્દાથી તે વિસ્તારથી જણાવું છું, તે આ પ્રમાણે. આ સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રતના (૧) દ્રવ્ય પ્રાણાતિપાત વિરમણ વ્રત. (ર) ભાવ પ્રાણાતિપાત વિરમણ વ્રત આવા બે ભેદ છે. તેમાં આ જીવ રાગાદ્વિથી જ્ઞાનાદિ ભાવ પ્રાણને હણે (મલિન કરે) તે ભાવ (થી) પ્રાણાતિપાત કહેવાય. અને પર ભાવ પરિણતિને દૂર કરી નિજ ગુણાને સાચવે એ ભાવ (થી) પ્રાણાતિપાત વિરમણુ વ્રત કહેવાય.
હવે દ્રવ્ય પ્રાણાતિપાત વિરમણુ વ્રતનું સ્વરૂપ આ પ્રમાણે-ત્રસ નામ કર્મના ઉદયથી હાલે ચાલે તેવાં એઇંદ્રિય વિગેરે જીવા ત્રસ કહેવાય. તેમાં પચેંદ્રિયના સંજ્ઞી અને અસ'ની આવા બે ભેદ છે, અને આ ખધા ત્રસ જીવેામાં પર્યાસા અને અપર્યાપ્તા એવા બે ભેદ જાણવા. તેમાં જે માટા પર્યાપ્તા જીવા નજરે દેખાય, તેમની હિંસા નહિ કરવાની પ્રતિજ્ઞા જયણા તથા આગાર રાખીને આ પ્રમાણે કરી શકાય. હું સંકલ્પથી જે હિંસા થાય, તેને ત્યાગ કરૂં અને આરબ હિંસાની જયણા રાખું છું.
અહીં આ સૌંકલ્પ હિ'સાના ત્યાગમાં એ ભેદ પડે છે સાપરાધીની અને નિરપરાધીની હિંસા. તેમાં નિરપરાધીની હિંસાના ત્યાગ કરૂં અને સાપરાધીની હિંસામાં જયણા રાખું છું.
- અહીં નિરપરાધી હિંસા ત્યાગમાં સાપેક્ષ હિંસા અને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org