________________
શ્રી દેશવિરતિ જીવન
[૪૧] રાખીને એમ વિચારે કે- “ધન્ય છે મુનિ મહાત્માઓને કે જેઓ સર્વથા આરંભાદિથી અલગ રહે છે. અને હું નિર્ભાગી તે માખી જેમ બળખામાં ચૂંટે (ખંતી જાય) તેમ આરભાદિમાં ડું છું. હે જીવ! આને તું ક્યારે છેડીશ? આવા વિચારથી પ્રવૃત્તિ કરે. પણ નિર્દયપણે તે પ્રવૃત્તિ કરાય જ નહિ. આ બાબતમાં આ રહ્યો સાક્ષીપાઠ–
वज्जइ तिव्वारंभ, कुणइ अकामो अणिब्यहंतोय ॥ थुणइ निरारंभजणं, दयालुओ सब्वजीवेसु ॥१॥
યાદ રાખવું કે લીધેલા વ્રતનો લાભ મનના પરિણામને આધીન છે. માટેજ યતના એ લીધેલા વ્રતની આરાધના કરવામાં જરૂર મદદગાર છે. આ બાબતમાં પ્રાચીન મહર્ષિ ભગવતેએ ફરમાવ્યું છે કે શ્રાવકે ન છૂટકે આરંભના કાર્યો કરે, તેમાં જયણું ભૂલેજ નહિ. એટલે તેવા પ્રસંગે થોડા આરંભથી કાર્ય સરતું હોય, તો ઘણે આરંભ કરેજ નહિ. કારણ કે, બીજા ને બચાવવામાં પિતાને બચાવ રહેલો છે, અને બીજાની હિંસા કરવામાં ખરી રીતે પિતાનીજ હિંસા કરાય છે એમ સમજવું.
દયાળુ શ્રાવકે દયા ગુણને લઈને આ ભવ અને પરભવમાં ઉત્તમ ધર્માદિ સામગ્રી, દીર્ધાયુષ્ય, બુદ્ધિ, કાંતિ, લક્ષ્મી વિગેરે પામે છે. અને હિંસા કરવાથી રોગ, દુર્બળતા, ભય વિગેરે દુઃખ જોગવવું પડે. આ બાબત શ્રી વિપાકસૂત્રમાં દષ્ટ દઈને સારી રીતે વિસ્તારથી સમજાવી છે.
કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org