________________
( ૪૮૮ ]
શ્રી વિજયદ્રસૂરિજી કૃત છે. તેવું નિવૃત્તિમય જીવન ગુજારવાને બાર તેનું સ્વરૂપ સમજીને તેની આરાધના જરૂર કરવી જ જોઈએ. તેમાં પહેલાં પાંચ અણુવ્રતે પૈકી પહેલા અણુવ્રતનું સ્વરૂપ ટૂંકામાં આ. પ્રમાણે જાણવું. પહેલાં અણુવ્રતના “સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ” આ નામની અંદર ૧ સ્થૂલ. ૨ પ્રાણાતિપાત. ૩ વિરમણ. આ ત્રણ શબ્દનો અર્થ સમજે જોઈએ. તેમાં સ્થૂલ એટલે અમુક અંશે, (સર્વથા = સંપૂર્ણ રીતે નહિ) પ્રાણાતિપાત એટલે જીવ હિંસાથી, વિરમણ એટલે અટકવું તે સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ નામનું આણુવ્રત કહેવાય.
૧. પ્રશ્ન-બરે વતેમાં “સ્થૂલ પ્રાણાતિપાત વિરમણને પહેલું કેમ કહ્યું?
ઉત્તર-તમામ વ્રતમાં સારભૂત એ છે કે-“જીવ હિંસાથી પાછા હઠવું” પવિત્ર જિન ધર્મનું મૂલ દયા છે. આ મુદ્દાથી તેને પહેલું કહ્યું છે. કહ્યું છે કે –
इकं चिय इत्थ वयं, निद्दिढ जिणवरेहिं सव्वेहिं ॥ पाणाइवायविरमणं, अवसेसा तस्स रक्खट्ठा ॥ १॥
એટલે તમામ પ્રભુદેવોએ કહ્યું છે કે પ્રાણાતિપાત વિરમણ નામનું વ્રત એ મુખ્ય વ્રત છે, અને તેના રક્ષણ કરનારા બીજા વ્રત છે એમ સમજવું.
જે વળી વ્યવહારમાં “જીવ હિંસા” એમ પ્રસિદ્ધિ છે. તેનું તાત્પર્ય એ છે કે જીવ તે પિતે અમૂર્ત એટલે અરૂપી છે અને નિત્ય છે તેથી તેની હિંસા થાય જ નહિ. જીવ અને પ્રાણને જે સંબંધ છે તેને જે વિગ કરાવે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org