________________
શ્રી દેશવિરતિ જીવન
[ ૪૮૭ ]
રાખ્યું હતું. જેના પરિણામે તેઓ આવતી ચોવીશીમાં તીર્થકર પણું અને મેક્ષસુખ પામશે. આ બાબતને વિસ્તાર તીર્થકર નામ કમ” સંબંધી “સત્યપ્રકાશ માસિકના” લેખથી જાણવો.
+ ૧ સ્થલ પ્રાણાતિપાત વિરમણ વ્રત.
ત્રિપુટી શુદ્ધ શ્રી જેનેન્દ્ર આગમમાં શ્રાવક ત્રણ પ્રકારના કહ્યા છે. ૧. ઉત્કૃષ્ઠ શ્રાવક. ૨. મધ્યમ શ્રાવક. ૩. જઘન્ય શ્રાવક. તેમાં જે બારે વ્રતોને અરિહંતાદિની સાક્ષીએ અંગીકાર કરીને પૂર્ણોદ્ધાસથી સાધે, હંમેશાં સચિત્ત આહારને વજે (છડે, ત્યાગ કરે) એટલે અચિત્ત પદાર્થો વાપરે, અને નિરંતર (ઘણું કરીને કાયમ) ઠામ ચઉવિહાર એકાસણું આદિ તપ કરવામાં અને પ્રતિકમણાદિ કિયા કરવામાં તત્પર રહે, તેમજ અશુદ્રાદિ (ર૧) ગુણોને ધારણ કરે, અને બ્રહ્મચર્ય પાલે, તે ઉત્કૃષ્ટ શ્રાવક કહેવાય. તથા જે ધર્મ પામવાની
ગ્યતા (લાયકાત) દર્શાવનારા અક્ષુદ્ર-વિનીત-કૃતજ્ઞાદિ ગુણેને ધારણ કરે, બારે વ્રત અંગીકાર કરીને આરાધે, ઉભય ટંક પ્રતિક્રમણ કરે, આવા સદાચારી જે ગૃહસ્થ તે મધ્યમ શ્રાવક કહેવાય. અને જેઓ ખાસ કારણ વિના સ્થલ હિંસા વિગેરે આશ્રને સેવે નહિ, સાતે વ્યસન–અભયને ત્યાગ કરે, પંચ પરમેષ્ઠિ મંત્રનું સ્મરણ કરે, અને નવકારશી આદિ પ્રત્યાખ્યાન શક્તિને અનુસરે કરે, તેઓ જઘન્ય શ્રાવક કહેવાય. આવા શ્રાવકે પ્રવૃત્તિમય જીવન કરતાં નિવૃત્તિમય જીવનને શ્રેષ્ઠ અને પરમ શાંતિને તથા મુક્તિને દેનારૂં માને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org