________________
6 ૮૬ ]
શ્રી વિજયપધસૂરિજી કૃત
સમ્યકત્વના પાંચ અતિચારે
૧–શ્રી જિનેશ્વરદેવે કહેલા વચનમાં શંકા કરવી. (૨) કાંક્ષા-ચમત્કાર વિગેરે જેઈને શ્રી જિન ધર્મ સિવાયના બીજા ધર્મને અંગીકાર કરવાની ઈચ્છા કરવી. (૩) વિચિકિત્સા-આ જિનધર્મની સામાયિકાદિ કિયાનું ફલ મને મલશે કે નહિ? આવી વિચારણા કરવી તે વિચિકિત્સા કહેવાય. તેના દેશ (થી) વિચિકિત્સા અને સર્વ (થી) વિચિકિત્સા એમ બે ભેદ કહ્યા છે. આ વિચિકિત્સાને બીજો અર્થ એ છે કે–મુનિરાજ વિગેરે મહા પુરૂષની નિંદા કરવી. અહીં એ જરૂર યાદ રાખવું કે વિચિકિત્સા જો કે સદેહ કરવા રૂપ છે. પણ તે ફકત ધર્મકિયાના ફલની બાબતમાં જ હોય છે. અને શંકા એ સર્વ પદાર્થોની બાબતમાં પણ હોઈ શકે છે. આમ હેવાથી શંકા અને વિચિકિત્સા બંને જૂદા છે. એમ ખુશીથી કહી શકાય. આ વિચિકિત્સા કરવાથી દુર્ગધા રાણુને ઘણી આકરી વેદના ભેગવવી પડી હતી. (૪) બીજા ધર્મને પાલનારા જીની પ્રશંસા કરવી. (૫) તથા તેઓને અને કુલિંગીઓને પરિચય કરવો.
આ પ્રમાણે સમ્યકત્વમાં પાંચ અતિચાર ન લાગે, તેવી કાળજી રાખીને ભવ્ય જીવોએ ઉત્તમ શ્રદ્ધા ગુણ જરૂર ટકાવ. કારણ કે ઉત્તમ જ્ઞાન અને ચારિત્રની સફલતા શ્રદ્ધાગુણને આધીન છે. આમ કરનારા ભવ્ય જીવોમાં રાજા શ્રેણિક, કૃષ્ણ મહારાજા, સુલસા વિગેરે વધારે પ્રસિદ્ધ છે, કારણ કે તેઓએ દૈવિકાદિ પરીક્ષાના પ્રસંગે પણ શ્રદ્ધાને રંગ ટકાવી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org