________________
શ્રી દેશવિરતિ જીવન
[ ૪૮૫ }
૩. ગુરૂ-જ્ઞાનાદિની આશાતના ટાળવા યથાશક્તિ પ્રયત્ન કરું.
૪. હંમેશાં સવારે કદાચ ખાસ કારણસર મેટું (પરસી વિગેરે) પચ્ચખાણું ન બની શકે તે છેવટે નવકારસીનું પચ્ચખાણ કરું અને ચાવીહાર વિગેરે કરું.
૫. દર વર્ષે ૧. સાધુ, ૨. સાધ્વી, ૩. શ્રાવક, ૪. શ્રાવિકા, ૫. પ્રભુપૂજા, ૬. આંગી, ૭. ભંડાર, ૮. કેસર-સુખડ. ૯. બરાસ, ૧૦. વરખ, ૧૧. ફૂલ, ૧૨. વાસક્ષેપ, ૧૪. પ્રક્ષાલન, (પ્રભુને પખાલ કરવા) માટે દૂધ, ૧૫. દહીં, ૧૬. અંગલુહણા, ૧૭. ધૂપ, ૧૮. અગરબત્તી, ૧૯. ફલ, ૨૦. નૈવેદ્ય, ૨૧. સાધારણ ખાતું, ૨૨. ગુરૂભક્તિ, ર૩. શુભમાર્ગ, ૨૪. પાંજરાપોળ આદિની ટી૫, ૨૫. સ્વામિવાત્સલ્ય, ૨૬. પ્રતિમા, ૨૭. જીર્ણોદ્ધાર, ૨૮. દહેરાસર, ૨૯ અનુકંપાદાન, ૩૦. પ્રભાવના, ૩૧. સ્વપ્ના આદિના ચઢાવા, ૩૨. યાત્રા વિગેરે ધાર્મિકાદિ કાર્યોમાં રૂપીઆ (શક્તિ પ્રમાણે) સુધી વાપરું. આવા આવા બીજા પણ સમકતના કારણેને જાણુને યથાશક્તિ સેવું, અને પાંચ અતિચાર ટાળીને સમ્યકત્વને સાચલું. એમ અરિહંત, સિદ્ધ, સાધુ, દેવ, આત્માની સાક્ષીએ ૬ છીંડી, ૪ આગાર અને ૪ બેલની સમજપૂર્વક (દુવિહં તિવિહેણું) આ ભાગે સમ્યકત્વને અંગીકાર કરીને શ્રાવકોએ તેમાં દૃઢ રહેવું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org