________________
[ ૪૭૮ ]
શ્રી વિજયપધસૂરિજી કૃત બનીને બાર વ્રતની આરાધના કરવા સ્વરૂપ દેશવિરતિ ધર્મની સાધના કરે છે. શ્રાવકજીવનને સંતોષમય બનાવવા માટે અને મર્યાદિત કરવાને માટે વિરતિધર્મની આરાધના એ અપૂર્વ સાધન છે. વ્યાજબીજ છે કે જેમ વાડથી ખેતરમાં ઉગેલું ધાન્ય અને વાડાથી પશુઓ સચવાય, તેમ શક્તિને અનુસારે બારે વ્રતની આરાધના કરવાથી શ્રાવકજીવન નિર્દોષપણે જળવાય છે. આકરા કર્મબંધથી બચાય, અને બંને ભવ સફલ કરી શકાય, આ ઈરાદાથી બારે વ્રતોનું ટુંકામાં સ્વરૂપ જણાવવું જરૂરી છે. તે આ પ્રમાણે -૧. સ્થૂલ પ્રાણાતિપાત વિરમણવ્રત. ૨ સ્કૂલમૃષાવાદ વિરમણ, ૩. સ્થૂલ અદત્તાદાન વિરમણ ૪. સ્થૂલ મૈથુન વિરમણ ૫. સ્થૂલ પરિગ્રહ વિરમણ ૬. દિશિ પરિમાણ છે. ભેગપભોગ પરિમાણ ૮. અનર્થદંડ વિરમણ ૯. સામાયિક વ્રત ૧૦. દેશાવકાશિકવ્રત ૧૧. પિષધોપવાસ વ્રત ૧૨. અતિથિસંવિભાગ વત. આ બાર વ્રતોમાં શરૂઆતના પાંચ વ્રતો અણુવ્રત તરીકે ઓળખાય છે. કારણ કે એ મુનિ ધર્મના પાંચ મહાવ્રતાની અપેક્ષાએ નાના છે. બાકીના ૬, ૭, ૮માં નંબરના ત્રણ વ્રતો અણુવ્રતાને મદદગાર હોવાથી ગુણવ્રત કહેવાય છે. અને છેવટના ચાર વ્રતો શિક્ષા (વારંવાર સેવવા) રૂપ હોવાથી શિક્ષાવ્રત કહેવાય છે. એટલે જેમ વિદ્યાથી ધર્મપ્રધાન વિદ્યાને વારંવાર અભ્યાસ કરે, તેમ વ્રતધારી શ્રાવકેએ અણુવ્રતને ટકાવવાને માટે તથા તેઓની નિર્મલ આરાધના કરવાને માટે આ ચારે નિયમ વારંવાર સેવવા જોઈએ. આ મુદ્દાથી એ ચારે વ્રત “શિક્ષાવત' આવા નામથી ઓળખાય છે. આવા બાર વ્રતની આરાધના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org