________________
શ્રી દેશવિરતિ જીવન
[૪૭૭] ણાદિ ઉત્તમ કાલના પ્રભાવે વર્યાતાયાદિ કર્મોને પશમ થાય, જેથી તેવા અવસરે ધર્મારાધનમાં વર્ષોલ્લાસ વધારે હોય છે વિગેરે. (૪) શ્રી મરૂદેવા માતાને અને શ્રી ભરત મહારાજાને ઉત્તમ ભાવ (અનિત્યાદિ ભાવના) જાગતાં કેવલક્ષાનાવરણુયાદિ કર્મોને ક્ષય થયે, જેથી કેવલજ્ઞાન વિગેરે આત્મિક ત્રાદ્ધિ પામ્યા વિગેરે. (૫) દેવભવમાં અને નરકભવમાં સમ્યગ્દષ્ટિ જીવને તે તે ભવરૂપ નિમિત્તને લઈને જ અવધિ જ્ઞાનાવરણીય કર્માદિને ક્ષયે પશમ થાય, જેથી તેઓ અવધિજ્ઞાન વિગેરે પામે. આમાંથી સમજવાનું એ કે ઉત્તમ દ્રવ્યાદિની સેવા કરવી જોઈએ. કરૂણાનિધાન શ્રી મહાવીરદેવે બે પ્રકારને ધર્મ ફરમાવ્યું છે. (૧) સર્વવિરતિ ધર્મ (૨) દેશવિરતિ ધર્મ. તેમાં સર્વવિરતિ ધર્મમાં સંપૂર્ણ રીતે આરંભાદિ આશ્રને છેડવાનું હોય છે. અને તે પરમ શાંતિને જલદી પામવાનું અપૂર્વ સાધન છે. આવી રાગ, દ્વેષ, મદ અને મેહ વિનાની ત્યાગ દશાને પામેલા આસન્નસિદ્ધિક ભવ્ય જીવ ભલેને ઘાસના સંથારા ઉપર બેઠા હોય, તે પણ જે આનંદ અને સુખ ભેગવે છે, તેવું સુખ ઈંદ્ર, અને ચક્રવર્તિ રાજાઓને પણ હોતું નથી. કહ્યું છે કે, नैवास्ति देवराजस्य, तत्सुखं नैव राजराजस्य ॥ यत्सुखमिहैव साधोर्लोकव्यापाररहितस्य ॥ १ ॥ तणसंथारनिसण्णोऽवि, मुणिवरो भट्टरागमयमोहो ॥ जं पावइ मुत्तिसुहं, कत्तो तं ચંવિટ્ટી વિ # ૨ આવો વિચાર કરીને પૂરેપૂરા ઉલ્લાસથી ઘણુએ ભવ્ય જી સર્વ વિરતિ ચારિત્ર ધર્મને સાધે છે. અને તેમ કરવાને અસમર્થ એવા ભવ્ય જી સર્વવિરતિના રાગી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org