________________
[૪૪]
શ્રી વિજયપધસૂરિજી કૃત
मुक्तिमाप्नोति, शुद्धात्मान्तर्भवाष्टकम् ॥१॥ (१५५ ॥ ત્રીજા પ્રકાશમાં) એટલે મહા પ્રભાવશાલી નિર્મલ શ્રાવક ધર્મની વિધિપૂર્વક ઉલ્લાસથી આરાધના કરનારા ભવ્ય શ્રાવકેમાંના જેવી જેવી આરાધના કરી હોય તે પ્રમાણે કેટલાએક શ્રાવકે વૈમાનિક સ્વર્ગ તરીકે ઓળખાતા એવા સૌ ધર્માદિ દેવલોકમાં ૧ ઇંદ્રપણું, ૨ સામાનિક દેવપણું. (૩) ત્રાયશ્ચિંશ દેવપણું (૪) પારિષદ દેવપણું. (૫) લેકપાલ દેવપણું વિગેરેમાંની કોઈ પણ સ્થિતિને પામે છે. એટલે દેશવિરતિવંત શ્રાવક જે દેવલોકમાં જાય તે વૈમાનિક દેવજ થાય. તેમાં પણ આભિગિક દેવપણું વિગેરે હલકા દેવપણું તે પામેજ નહિ. ત્યાં દેવપણામાં પણ તેને કઈ પણ જાતની સુખના સાધનામાં લગાર પણ ઓછાશ હોતી નથી. કારણકે પાછલા માનવભવમાં દેશવિરતિની આરાધના કરીને પુણ્યાનુબંધી પુણ્યની ઘણું મુંડી એકઠી કરેલી છે, તેને અહીં પણ ભગવે છે. દેવકનું આયુષ્ય પૂરું કરીને તે (શ્રાવકનો જીવ) અહીં ઉત્તમ સામગ્રી સહિત મનુષ્યભવ પામીને, સંયમની નિર્મલ આરાધના કરીને મુક્તિપદને પામે. આ વખતે કેટલાએક શ્રાવકે કદાચ મુક્તિપદ ન પામે તે હવે પછીના બીજા સારા સારા દેવભવ અને મનુષ્યના ભવ કરીને છેવટે આઠમા ભવે તે જરૂર સિદ્ધિપદને પામે. જેમાં શુદ્ધ સ્વરૂપી શ્રી જિનેશ્વર પ્રભુને દેવ તરીકે માનવાનું હોય; અને કંચનકામિનીના સંગથી તદ્દન અલગ રહેનારા, મહાવ્રતધારી, શાંત, સદ્ગુણી શ્રમણ નિર્ગથ મહાત્માઓને ગુરૂ તરીકે માનવાનું હોય; તથા શ્રી વીતરાગદેવે ફરમાવેલ અહિંસા, સંયમ,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org