________________
શ્રી ધર્મજાગરિકો
[ ૪૬૯ ] સાધે (૭) જેઓ નાગમાદિ શાસ્ત્રોનું પઠન-પાકને (ભણવું-ભણાવવું) કરે, તેમને મદદ કરે (૮) ઉત્તમ ભાવના ભાવે (૯) જેનાગમ લખાવે. (૧૦) સર્વ જીવોને ખમાવે. (૧૧) અજ્ઞાનાદિના વિશે કરેલા બધા પાપની ગુરૂની પાસે આલેચના ત્યે. આને “ભવ આલેચના કહેવાય તેવા ઉત્તમ ભવ્યજી (શ્રાવક વિગેરે) સમાધિ મરણે મરણ પામીને સદ્ગતિમાં જાય છે. તેમને મરવાને ભય લગાર પણ હતા. નથી. અને મરતી વખતે તેવા જીના મનમાં લગાર પણ શકને અંશ હેતું નથી. કારણ કે તેઓ અહીં જે સ્થિતિ હતી, તેનાથી ઉંચી સ્થિતિને પામવાના છે. વ્યાજબી જ છે કે-લાખ રૂપિયાનો બંગલ છોડીને જેને દશ લાખના કે કરોડ રૂપિયાના બંગલામાં જવાનું હોય, તેને ખેદ હોયજ ક્યાં? આ બાબતમાં જુઓ સાક્ષિપાઠ-“મય ! નવા सोयणीआ न हवति? गोयमा ! जे उण गहियदिरकाउ पढिअसिद्धंतवयणाउ कयसुकयाउ अंगीकयअणुव्वयाउ कयसाहम्मियवच्छल्लाउ दिन्नदाणाउ नाणपढंतकयसाहिज्जाउ सुहभावणाजुत्ताउ लेहियजिणवयणाउ खामियसव्वजीवाउ आलोइयसव्वपावाउ जे जीवा परलोअ जंति, ते जीवा सोयणीआ न हवंति, जओ सिग्घमेव सग्गं मोख्खं वा गच्छंति ॥" તેમજ આનાથી ઉલ્ટી રીતે જે છે તે એટલે ટુંકામાં એમ સમજવું કે--જેઓ દીક્ષાની આરાધના ન કરે, અને સિદ્ધાંતના વચને સાંભળે નહિ, તેમજ સમ્યગ્દર્શનાદિ ગુણેની આરાધના ન કરે અથવા મિથ્યાત્વની સેવા કરે અને જ્ઞાન–શક્તિ છતાં બીજા જીવને જિનધર્મને પ્રતિબંધ ન કરે, (જિનધર્મ ન સમજાવે) અને દેશવિરતિ તથા દાનાદિ ધર્મની આરાધના ન કરે. તથા મદ, પ્રમાદ, કષાય સેવે,
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org