________________
[ ૪૬૮ ].
શ્રી વિજયપધસૂરિજી કૃત
કરવી નહી. (૫) પાંચમાં પ્રશ્નનો જવાબ એ કે-જે ભવ્ય જીવો આત્મિક ઉન્નતિના જ્ઞાન પૂર્વક સદાચારની આરાધના કરે, જેમને સમયની કીમત છે, જેઓ અપ્રમાદ જીવન ગુજારે તેવા પુણ્યશાલી જીવનું જીવવું સાચું (વખાણવા લાયક) છે. (૬) છઠ્ઠા પ્રશ્નના જવાબમાં એમ વિચારવું કે-મારી અમુક ભૂલ બીજાઓ જાણે છે તે માટે જરૂરી સુધારવી જોઈએ. એમ જે જે ભૂલે પ્રમાદથી કે અજ્ઞાનથી થતી હોય, તે શ્રાવકેએ જરૂર સુધારવી. (૭) સાતમાં પ્રશ્નના જવાબમાં એમ વિચારવું કે-સાતે વ્યસન ને અસંતોષ વૃત્તિ વિગેરે કર્મબંધના કાર
થી જરૂર અલગ રહેવું. (૮) આઠમાં પ્રશ્નના જવાબમાં વિચારવું કે મારે ક્ષમા, નમ્રતા, સરલતા,સંતેષ વિગેરે ઉત્તમ ગુણોને જરૂર ધારણ કરવા જોઈએ. (૯) નવમા પ્રશ્નના જવાબમાં એ વિચાર કરે કે–અજ્ઞાન અને મેહથી પુદગલ રમણતા ઘટતી નથી, તે ઘટે તે આત્મગુણની રમણતા જરૂર વધે, એવું સમજીને શ્રાવકેએ ઉપધાન વહન વિગેરે ઉત્તમ સાધનની આરાધના જરૂર કરવી, કે જેથી અજ્ઞાન મેહનું જોર ઘટે, અને નિજગુણ રમણતા વધે. આ પ્રમાણે જે શ્રાવક વર્તન કરે છે તેઓ મરણના ભયને નક્કી દૂર કરે છે. તે કદાપિ શેક કરવા લાયક બનતા નથી. આ બાબતમાં આપણા પવિત્ર પરમપૂજ્ય જેનાગમમાં સંક્ષેપથી કહ્યું છે કે-જે ભવ્યજીવો (૧) દીક્ષાની આરાધના કરે, (૨) ગીતાર્થ સદ્ગુણી ગુરૂ મહારાજની પાસે પવિત્ર જૈન સિદ્ધાંતના વચનને સંભાળપૂર્વક અભ્યાસ કરે (૩) સુકત (પુણ્ય)ના ઉત્તમ કાર્યો કરે. (૪) અણુવ્રતાદિ દેશવિરતિ ધર્મને સાધે. (૫) સાધર્મિક વાત્સલ્ય કરે. (૬) સુપાત્ર દાનાદિ ધર્મ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org