________________
શ્રી ધર્મજાગરિકા
[૪૬૭ ] જવાબમાં આવી જાય છે, તે પણ એટલું યાદ રાખવું કે શ્રાવકેના મુખ્ય કર્તવ્ય આ પ્રમાણે છે-(૧) પ્રભુદેવ શ્રીજિનેશ્વર ભગવંતની આજ્ઞા માનવી. (૨) મિથ્યાત્વને ત્યાગ કરે. (૩) સમ્યક્ત્વને ધારણ કરવું. (૪) છએ આવશ્યકની ક્રિયા દરરેજ ઉભય ટંક કરવી. (૫) પર્વ દિવસોમાં જરૂર પૌષધ કરવો. (૬) શક્તિ અને ભાવ પ્રમાણે વ્રત–પ્રત્યાખ્યાન કરવા. (૭) પાંચ પ્રકારના દાનનું સ્વરૂપ સમજીને દાન દેવું. (૮) શીલ-બ્રહ્મચર્ય પાળવું. (૯) ઉત્તમ ભાવના ભાવવી. (૧૦) તપશ્ચર્યા કરવી. (૧૧) સ્વાધ્યાય ધ્યાન કરવું. (૧૨) પંચ પરમેષ્ઠિ નમસ્કાર મંત્ર ગણવા. (૧૩) પરોપકાર કરવો. (૧૪) યતનાઉપગ પૂર્વક ધર્મારાધન કરવું. (૧૫) પ્રભુદેવની ઉલ્લાસથી પૂજા કરવી. (૧૬) તેમના ગુણનું સ્તવન-સ્મરણ કરવું. (૧૭) શ્રી ગુરૂમહારાજના ગુણગાન કરવાં. (૧૮) સાધર્મિક વાત્સલ્ય. કરવું. (૧૯) વ્યવહારમાં બહુજ ચેખાશ રાખવી. (૨૦) રથયાત્રા. (૨૧) તીર્થયાત્રા કરવી. (૨૨) ઉપશમ ભાવ ધારણ કરે. (૨૩) વિવેક ગુણ ધારણ કરે. (૨૪) જેમ આવતાં કર્મ શેકાય તેવી સરલ પ્રવૃત્તિ કરવી. (૨૫) ઉપગ પૂર્વક ભાષા વિચારીને બોલવી. (ર૬) પૃથ્વીકાયાદિ-છએ જીવનિકાયની ઉપર દયાભાવ રાખ. (ર૭) ધર્મિષ્ઠ પુરૂષની સબત કરવી. (૨૮) પાંચે ઇંદ્ધિને વશમાં રાખવી. (ર૯) સર્વવિરતિ ચારિત્રને લેવાની જરૂર ઉત્કંઠા (તીવ્ર અભિલાષા) રાખવી. (૩૦) રત્નની ખાણ જેવા શ્રી ચતુર્વિધ સંઘનું બહુમાન કરવું. (૩૧) શ્રી નાગમ લખાવવા. (કર) શ્રી જેનેન્દ્ર શાસનની પ્રભાવના કરવી. આ બત્રીશ કર્તવ્ય ધ્યાનમાં રાખીને ઉત્તમ શ્રાવકે એ યથાશક્તિ (શક્તિ પ્રમાણે) જરૂર સાધવા. આળસ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org