________________
[ ૪૬૪ ]
શ્રી વિજયસૂરિજી કૃત રેણ નહિ હૈ" બેગમે કહ્યું કે-ફરી તપાસ કર. હમણાં મેં મૂકી છે ને રેણું ક્યાં જાય? દાસીએ ઘણી વાર તપાસીને કહ્યું કે–બેગમ સાહેબ ! “ચલણ હૈ રેણ નહિ હૈ.”બેગમ જુવાન હતી. જુવાનીના તોરમાં એક દમ ક્રોધથી ધમધમીને (મિજાસ કરીને) બેગમે દાસીને જોરથી તમારો માર્યો. આવો અનર્થ જુવાનીના મદથી સંભવે છે. (૧) જુવાની (૨) ધનસંપત્તિ (૩) પ્રભુતા (અધિકારીપણું) (૪) અવિવેક આ ચાર વાનાંમાંનું એક પણ હોય, તો જ્યારે અનર્થ સંભવે, તે પછી જ્યાં (જે પુરૂષાદિમાં) ચારે ભેગાં હોય, ત્યાં અનર્થ સંભવે, એમાં નવાઈ શી? કહ્યું છે કે “ચવ ધનસંપત્તિ, प्रभुत्वमविवेकिता॥ एकैकमप्यनर्थाय, किमु यत्र चतुष्टयम् ॥१॥ તમાચાના મારથી દાસી રડવા લાગી. રેતી રેતી પણ દાસી એજ વારંવાર કહેવા લાગી કે-બેગમ સાહેબ! મને ગરીબને મારવી હોય તે ભલે મારે પરંતુ મારું કહેવું જૂઠું નથી. તપાસ કરીને વિચારીને) કહું છું કે-“ચલણ હૈ રેણું નહિ હૈ” દાસીએ વારંવાર કહેલા આ વચન સાંભળીને બેગમે આ વાક્યમાંથી બેધ એ લીધું કે ચલણ હૈ એટલે દરેકને અચાનક મોડા વહેલા જરૂર જવાનું છે. “રેણું નહિ હૈ” એટલે આ દુનિયામાં કેઈને પણ કાયમ રહેવાનું છેજ નહિ. જ્યારે વસ્તુ સ્થિતિ આમ છે, તો પછી આ દુનિયાની વિવિધ ઉપાધિ શા માટે? આશાની ગુલામી શા માટે?
સવાશેર લોટના ઘરાક આ જીવને આટલી બધી આળપંપાળ • શા માટે કરવી જોઈએ? ઉપાધિમાં શાંતિ હોય ક્યાંથી?
સસજણ હોય તે શેષનાગના દ્રષ્ટાંતે સમજવું જોઈએ કે
*
* *
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org