________________
[ ૫૨ ]
શ્રી વિજયપધ્ધસૂરિજી કૃત ગતિમાં જીવ જાય છે, અને અંત સમયે જેવી ગતિમાં જવાનું હોય તેવી મતિ થાય છે એમ સમજજે.
હવે આયુબંધનો કાળ પ્રાયે સર્વ પર્વતિથિઓ હોય છે એમ કહેલ છે, તેથી પર્વ તિથિઓને પ્રબંધ કરે છે. એવા સંકેતને અહીં સારી રીતે હે જીવ! તું વિચાર કરજે. અને એ વિચાર કરીને પર્વતિથિઓએ સારી રીતે-વિશેષ પણે ધર્મકરણ કરજે કે જેથી સારી ગતિને બંધ પડે. ૪૮૬.
હવે અંત સમયે જેવી ગતિ થવાની હોય તેવી મતિ થાય તે ઉપર કૃષ્ણ વાસુદેવનું દષ્ટાંત કહે છે – કૃષ્ણ વાસુદેવને અંત્ય ક્ષણે ગતિના સમી, લેશ્યા થઈ નરકે ગયા અત્યંત ક્રોધે ધમધમી શરીર ઉપરે ધૂળ ચટે જેમ ચીકાશે કરી, જીવ સાથે કર્મ ચોંટે તેમ લેશ્યાએ કરી. ૪૮૭
અર્થ –કૃષ્ણ વાસુદેવને મરણ વખતે ગતિ સમાન મતિ થઈ હતી, તેથી જ કૃષ્ણલેશ્યા થવાથી ક્રોધે ધમધમીને તેઓ નરકે ગયા છે. શરીરની ઉપર જેમ ચીકાશના બે ધૂળ ચાટે છે તેમ આત્માની ઉપર લેસ્યાની ચીકાશને વેગે કર્મ ચાટે છે. ૪૮૭.
હવે વેશ્યાઓના નામ વિગેરે કહે છે – કષ્ણ નીલ કાપત તેજે પદ્મ લેશ્યા જાણિયે, શુકલ લેશ્યા ભેદ ષટ્ લેશ્યાતણ અવધારિયે;
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org