________________
શ્રી ધર્મજાગરિકા
[૪૯] કોડને કેડે ગુણતા હોય કોડાકોડી એ, સાગરોપમનીજ સાથે તેહને પણ જેડિયે; સાગરોપમ કડાકોડી જેટલી સ્થિતિ જેહની, તેટલા સે વર્ષની જાણો અબાધા તેહની. ૪૮૦
અર્થ –કોડને કોડે ગુણતાં જે સંખ્યા આવે તેને કોડાકોડી કહીએ. સાગરોપમની સાથે એ કોડાકોડી શબ્દને જેવો. પછી જે કર્મની જેટલા કોડાકોડી સાગરેપમની સ્થિતિ હોય તેટલા સો વર્ષની અબાધા જાણવી. ૪૮૦.
હવે સ્થિતિ ને અબાધા દરેક કર્મને માટે બતાવે છે – પ્રથમના બે કર્મની ને વેદની અંતરાયની, જાણ કિંઈ તીસ કોડાકોડી સાગરોપમ કાળની; સિત્તર કડાકડી સાગર જાણિયે સ્થિતિ મેહની, ના તેટલી સગવીસની સિત્તેર મિથ્યા મોહની. ૪૮૧ વીસ કડાકોડી સાગર નામની તિમ ગોત્રની. તેત્રીશ સાગરની સ્થિતિ પ્રભુએ કહી આયુષ્યની તે દયાન રાખીને અબાધા જાણવી સવિ કર્મની, ત્રણ હજાર વરસતણી જિમ આદ્ય જ્ઞાનાવરણની. ૪૮૨
અર્થપ્રથમના બે કર્મ (જ્ઞાનાવરણ ને દર્શનાવરણ) ની અને વેદનીય તથા અંતરાયની-એ ચાર કર્મની સ્થિતિ ઉત્કૃષ્ટી ત્રીશ ક્રોડાકોડી સાગરોપમની જાણવી. મોહનીય કર્મની સીત્તર કોડાકોડી સાગરોપમની જાણવી; પણ તે ર૭ પ્રકૃતિની ૨૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org