________________
[૪૮]
શ્રી વિજયપધ્ધસૂરિજી કૃત. યુગલિક મનુષ્ય અને તિર્યંચ તેમજ દેવતા ને નારકી છ માસ શેષ રહે ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે. હવે તેમાં પણ મતાંતર છે તે કહે છે કે-નરકીના જીવ વહેલામાં વહેલા છ માસ આયુ શેષ રહે છતે પરભવનું આયુ બાંધે, છે અને મેડામાં મેડા અંતર્મુહૂર્ત શેવ રહે ત્યારે પરભવનું આયુ બાંધે છે, એમ શ્રી અભયદેવસૂરિ પાંચમાં અંગ શ્રી ભગવતી સૂત્રના ચૌદમા શતકના પ્રથમ ઉદ્દેશામાં કહે છે. નિરુપકમાયુ જીવ પોતાના આયુના પાછલા ત્રીજા ભાગમાં પરભવનું આયુ બાંધે છે. આ પ્રમાણેને અન્ય સૂરિના આશયથી છ માસ શેષે નિરૂપકમાયુવાળ પરભવનું આયુ બાંધે એ નિયમ રહ્યો નહીં. આ બાબતમાં તત્ત્વ કેવળી જાણે, એમ વિચારી ભાવને ચોખા રાખવા. ૪૭૬ થી ૪૭૮.
હવે અબાધા સંબંધી સ્પષ્ટતા કરે છે – પરભવાયુ બંધ પછીનો ચાલતા આયુષ્યનો, ભાગ પૂરા તે અબાધા બંધ તેમ ઉદયતણે; કાળ વચલે એ અબાધા અર્થભેદ નહિ જરી, સ્થિતિના પ્રમાણે છ અબાધાયુક્તિ કહું આગળ ખરી.૪૭૯
અર્થ –પરભવનું આયુ બાંધ્યા પછી ચાલતા આયુષ્યને શેષ રહેલે એટલે કાળ આયુ પૂરૂં થતાં સુધી હોય તેને અબાધા કાળ કહીએ. બંધ ને ઉદયને જે વચલે. કાળ તે અબાધા સમજવી. એમાં કાંઈ અર્થભેદ નથી. આ હકીક્ત આયુકર્મ માટે સમજવી. બીજા સાત કર્મોની તો સ્થિતિના પ્રમાણમાં અબાધા છે. તેની યુક્તિ બતાવું છું. ૪૭૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org