________________
શ્રી ધર્મજાગરિક
[૪૪] અર્થ:–આયુ ઘટવાના કારણેમાં બીજું કારણ વિષ, શિસ્ત્રાદિ નિમિત્ત છે, તેથી પણ આયુ ઘટે છે. ત્રીજું કારણ ભજન છે તે અત્યંત આહાર કરવાથી, અતિરુક્ષ આહાર કરવાથી અને ન પી શકે તેવો આહાર કરવાથી આયુ ઘટે છે. ચોથું કારણ વેદના છે. તે ખાડામાં પડી જવાથી, શૂળાદિક વાગી જવાથી અત્યંત વેદના થવાને લીધે આયુ ઘટે છે તથા પર્વતાદિ ઉપરથી ઝંપાપાત કરવાથી, પાણીમાં ડૂબી જવાથી અથવા ગળાફાંસો ખાવાથી-ઈત્યાદિ ઉપઘાતો વડે આયુ ઘટે છે. આ ઉપઘાત તે આયુ ઘટવાનું પાંચમું કારણ છે. ૪૬૧-૬૨.
હવે છઠ્ઠ સાતમું કારણ કહે છે – સર્પ આદિક કરડતાં વિષબાલિકાને અડકતાં, દેહમાં ય વિકાર હોતાં શ્વાસ પુષ્કળ ચાલતાં ઝટ શ્વાસનું રોકાણ હતાં આયુ ઘટતું ઈમ થતાં, એમ સાતે કારણે આયુ ઘટે પ્રભુ ભાખતા. ૪૬૩
અર્થ:–છઠું કારણ સ્પર્શથી આયુ ઘટે છે તે સપદિને સ્પર્શ થતાં તેના કરડવાથી અથવા વિષકન્યાનું સેવન કરતાં તેને સ્પર્શથી આયુ ઘટે છે. સાતમું કારણ દેહમાં વિકાર થવાથી શ્વાસેચ્છવાસ પુષ્કળ લેવાય ત્યારે અથવા શ્વાસ એકાએક રોકાઈ જાય ત્યારે આયુ ઘટે છે. આમ સાત કારણે આયુ ઘટવાનું પ્રભુજીએ કહ્યું છે. ૪૬૩. નિપકમાય જીવને પણ એ ઉપક્રમ લાગતા, અંધકસૂરિન જેમ શિષ્ય યંત્રપીલન પામતા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org