________________
[
5 ].
શ્રી વિજયપદ્રસૂરિજી કૃત
વાત કરી જ હશે તે હવે મારું શું થશે? કૃષ્ણ મને કેવા મરણથી મારશે?” આમ ભયબ્રાંત થઈને ચિંતા કરતાં તેજ વખત તેના પ્રાણ નીકળી ગયા–તે મરણ પામ્યું. કૃષ્ણ તેને દેખતાં બેલ્યા કે-“આ દુષ્ટ મારા ભાઈને મારનારે છે, માટે તેના મૃતકને અહીંથી દૂર ફેંકી ઘો ને આ જમીન શુદ્ધ કરે.” સેવકે તે પ્રમાણે કર્યું. પછી ભાઈના મરણને શેક હૃદયમાં ધારણ કરતાં કૃષ્ણ ઘરે આવ્યા.
અતિભય આયુને ઘટાડે છે તે ઉપર આ ગજસુકુમાળની કથા કહી અને પ્રથમ કારણ તરીકે ત્રણ પ્રકારના અધ્યવસાય આયુને ઘટાડે છે તેની અપવર્તન કરે છે એ હકીકત પૂર્ણ થઈ. ૪૫૯-૪૬૦.
હવે બીજા કયા કયા કારણથી આયુની અપવર્તના થાય છે તે કહે છે:– અતિ ભય ઘટાડે આયુને તે ઉપર ગજસુકુમાળની, બીના કહીઈપૂર્ણ થઇ બીના ત્રિવિધ પરિણામની; વિષશસ્ત્ર આદિક કારણે આહાર અતિ આરોગતા, સ્નિગ્ધ વિક્ત અહિત જનરુક્ષ અતિ આગતા. ૪૬૧ ન પચી શકે તેવું જ ભોજન કરત આયુ ઘટાડતા, ખાડમાં પડવાથકી શળાદિ પીડા વેદતાં; કરતાં જ ઝંપાપાત જળમાં ડૂબતાં ફસા થકી, એવા પરાઘાતે કરી આયુ ઘટે નિશ્ચયથકી. ૪૬૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org