________________
શ્રી ધર્મજાગરિક '
[ ૪૩૭ ]
થયા. તેમણે સુગંધી જળની, પંચરંગી પુપની તથા વસ્ત્રોની વૃષ્ટિ કરી અને તેમના પાસે ગીત-નૃત્ય કરવા લાગ્યા. ૪૫૧ થી ૪૫૩.
- હવે પ્રભાતકાળે શું થયું? તે કહે છે – કૃષ્ણ નૃપતિ સવારમાંહે હસ્તિ ઉપર બેસીને, પ્રભુ નેમિ વંદન કાજ નીકળે રાખતા બહુ ઠાઠને; બહારથી ઈંટે ઉપાડી ઘર મૂકે જે હાંફતા, તે વૃદ્ધ જનને માર્ગમાં જોઈ દયા નૃપ પામતા. ૪૫૪ પિતે ઉપાડી ઇંટને તેના ઘરે નૃપ મૂકતા, ભૂપના બહુમાનથી ઈમ નોકરે પણ મૂકતા; પ્રભુ પાસે આવી વાંદતા લઘુ બંધુને ના દેખતા, વાંદવાને ચાહતા વાંદી પ્રભુને પૂછતા. ૪૫૫
અ –હવે કૃષ્ણ વાસુદેવ પ્રાત:કાળે હાથી ઉપર બેસીને નેમિપ્રભુને વાંચવા માટે બહુ ઠાઠ સાથે નીકળ્યા. માર્ગમાં એક વૃદ્ધને બહારથી એકેક ઇંટ ઉપાડીને પિતાના ઘરમાં મૂકતો ને હાંફતો જે, એટલે તેના ઉપર દયા આવવાથી કૃષ્ણ એક ઇંટ ઉપાડીને તેના ઘરમાં મૂકી, એટલે રાજાના બહુમાનથી સાથેના દરેક માણસોએ એક એક ઈંટ લઈ તેના ઘરમાં મૂકી એટલે તેનું તે કામ પતી ગયું. પછી પ્રભુ પાસે આવી, પ્રભુને વાંદતી વખતે આજુબાજુ જોતાં પિતાના લઘુબંધુને દીઠા નહીં એટલે તેને વાંદવાને ઈચ્છતા કૃણે “તેઓ કયાં છે?” એમ પ્રભુને નમસ્કાર કરીને પૂછયું. ૪૫૪-૪૫૫.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org