________________
[ ૪૩૬ ]
શ્રી વિજયપદ્મસૂરિજી કૃત
આ મુનિ શુભ ચરણ સાધી અંતગડ નાણી થયા, એવું વિચારી નજીકના દેવા ઘણા ખુશી થયા; વૃષ્ટિ સુગધાદકતણી તિમ પચરંગી ફૂલની, વસ્ત્રની વૃષ્ટિ કરે શરૂઆત ગાયન નૃત્યની, ૪૫૩
અઃ—હવે સંધ્યાકાળે સામિલ નામના બ્રાહ્મણગજસુકુમાળના સસરા-તે રસ્તે થઇને ઘરે જતા હતા તેણે મુનિને દીઠા એટલે તેને ઉગ્ર ક્રોધ ઉત્પન્ન થયા. તે માલ્યા કે‘આ તેજ લજ્જા વિનાના અને મૃત્યુને ચાહનારા મુનિ છે કે જેણે મારી નિરપરાધી બાલિકાઓને તજી દીધી છે.’ આમ એલીને ક્રોધે. ધમધમતા તેણે મુનિના માથા ઉપર માટીની પાળ કરી, પછી નજીકની ચિતામાંથી લાલચોળ અંગારા લઈને ભર્યા. આ પ્રમાણે વેર વાળીને તે રસ્તે પડચા પરંતુ મનમાં બહુ ડર લાગવા માંડયા, કારણ કે મહાધેાર પાપ કર્યું હતું. અહીં તા તે મુનિએ ઘણી આકરી વેદના સમતાભાવે સહન કરી અને તેને પરિણામે દીક્ષાના દિવસનીજ રાત્રીએ ઘાતી કર્મોને બાળી દઈને કેવળજ્ઞાન મેળવ્યું, અને અઘાતી કર્મોના પણ ક્ષય કરી અંતકૃત કેવળીપણે મેક્ષે ગયા. નજીકના ક્ષેત્રદેવે મેક્ષે ગયાની હકીકત જાણીને બહુ ખુશી
૧ સેામિલ વિપ્રની આઠ પુત્રીઓને ગજસુકુમાળને યેાગ્ય જાણી કૃષ્ણ મહારાજા રાજમહેલમાં લઈ ગયા હતા, તેને તજી દૃને ગજ. સુકુમાળે ચારિત્ર લીધું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org