________________
[ ૪૩૪ ]
શ્રી વિજયપદ્રસૂરિજી કૃત અર્થ:–અતિ ભયથી આયુ ઘટે છે તે ઉપર ગજસુકુમાળને મરણાંત ઉપસર્ગ કરનાર સમિલ વિપ્રનું દષ્ટાંત છે તે આ પ્રમાણે –ગજસુકુમાળ કૃષ્ણ વાસુદેવના નાના ભાઈ હતા. તેની કથા આઠમાં અંગ કાપયાના ત્રીજા વર્ગમાં કહેલ છે. એકદા શ્રી નેમિનાથ પ્રભુ દ્વારિકા નગરીએ પધાર્યા -સમવસર્યા. ત્યાં કૃષ્ણ રાજા શુદ્ધ સમ્યકત્વની રુચિને ધારણ કરનારા હતા તે ખબર સાંભળીને નાના ભાઈ ગજસુકુમાળને સાથે લઈને ઘણી હોંશથી પ્રભુને વંદન કરવા આવ્યા. પ્રભુએ દેશના આપી. તે સાંભળતાંજ ગજસુકુમાળ સંયમ લેવાની ઈચ્છાવાળા થયા. પછી તેણે માતાપિતાને વિનયપૂર્વક પિતાને સંયમ લેવાને વિચાર જણાવ્યો. માતાપિતાએ તેને સંસારમાં રહેવા માટે ઘણું સમજાવ્યું. કૃષ્ણ રાજા બનાવવાની લાલચ આપીને સમજાવ્યો, પણ તે લઘુ બંધુએ વિનયપૂર્વક ત્રણ વાર ઉત્તર આપ્યો અને કહ્યું કે આ કામગના વિપાક મહાદારુણ છે અને દુર્ગતિને આપનારા છે. આ સંસાર તે સ્મશાનના લાડુ જે સ્વાદ વિનાને છે. છેવટે માતાપિતાએ કહ્યું કે “તારી એક દિવસની પણ રાજ્યલક્ષ્મી જેવાની અમારી ઈચ્છા છે માટે તે પૂર્ણ કર. માતાપિતાના આગ્રહથી તે વાતને તેણે સ્વીકાર કર્યો. કૃણે એક દિવસ માટે તેને રાજ્યાભિષેક કર્યો. પછી મહાબળકુમારની જેમ તેણે ચારિત્ર ગ્રહણ કર્યું. તે જ દિવસે નેમિનાથ પ્રભુની આજ્ઞા લઈને ગજસુકુમાળ મુનિએ મહાકાળ નામના સ્મશાનમાં જઈ શુદ્ધ સ્પંડિલ પડિલેહીને, લઘુનીતિ વડીનીતિની જમીન નિર્જીવ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org