________________
શ્રી ધર્મજાગરિકા
[ ૪૩૩ ] હવે અતિભયથી થતા મૃત્યુ ઉપર દષ્ટાંત કહે છે – અતિભય ઘટાડે આયને દૃષ્ટાંત ગજસુકમાળ . લધુ ભાઈ તે નૃપ કૃષ્ણના ઈમ વયણ અષ્ટમ અંગનું વર્ગ ત્રીજામાં કહ્યું શ્રી નેમિનાથ જિનેશ્વરા, દ્વારિકા નગરી પધારે કૃષ્ણ નૃપ સચિધર ખરા ૪૪૫ લઘુભાઈ સાથે લઇ વંદનકાજ હશે આવતા, પ્રભુદેશના સુણતાં જ ગજસુકુમાલ સંયમ ભાવતા; માતાપિતાને વિનયથી સંયમ વિચાર જણાવતા, સંસારમાંહે રાખવાને તેહ પણ સમજાવતા. ૪૪૬ રાજ કરીશ એવું કહી નૃપ કૃષ્ણ પણ સમજાવતા, વિનયપૂર્વક વાર ત્રણ લઘુભાઈ ઉત્તર આપતા; કામગ વિપાક દારુણ દુર્ગતિને આપતા, સંસારને શમશાનિયા લહું સમો બતલાવતા. ૪૪૭ તુજ રાજ્યલક્ષ્મી એક દિનની દેખવાની ચાહના, પૂર્ણ કર એ પુત્ર! એવાં વયણ માતા જનકના; માતાપિતાના આગ્રહે તે એક દિન રાજાપણું, શ્રીમહાબળની પેરે પામે ચરણ સહામણું. ૪૪૮ તે જ દિન મધ્યાકાળે નેમિનિને પૂછીને, નામે મહાકાળ શ્મશાને શુદ્ધ સ્થળ પડિલેહીને લઘુનીતિ ને વડીનીતિની જગ્યા વિમળ પડિલેહીને, કાઉસ્સગ્ય મહાપ્રતિમા આદરે નિધળપણે. ૪૪૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org