________________
[ ૮૩ર ]
શ્રી વિજયસૂરિજી કૃત બહુ સ્નેહ કરતાં આયુને ક્ષય આ પ્રમાણે જાણજે, સાર્થવાહી નારને દષ્ટાંતરૂપે જાણજે, પરદેશથી પતિ આવતાં તે નારને પતિ ઉપરે, નેહ કે તે પરીક્ષા કાજ મિથ્યા ઉચ્ચ. ૪૪૩ - તુજ આજ કંત મરી ગયા એવા વયણ સુણતાં છતાં, તે જ સમયે મરણ પામી સ્નેહ અતિશય રાખતાં; સાર્થવાહ મરણ લહે નિજ સ્ત્રી અરાઇમ સાંભળી, નેહ બૂરો જાણીને ના રાખજે દિલમાં જરી. ૪૪૪
અર્થ:–“બહુ સ્નેહથી પણ આયુનો ક્ષય થાય છે એમ જાણજે. તેના પર સાર્થવાહીનું દષ્ટાંત છે તે આ પ્રમાણે– એક સાર્થવાહને અને તેની સ્ત્રીને અત્યંત સ્નેહ હતે. સાર્થવાહ પરદેશ ગયે હતો. તે પરદેશથી આવ્યો તે પ્રસંગે તેમના સ્નેહની પરીક્ષા કરવા સારૂ એક માણસે સાર્થવાહની સ્ત્રી પાસે આવીને બેટી રીતે કહ્યું કે-“આજે તારે સ્વામી મરણ પામ્યો” તે સાંભળતાં તે જ સમયે સાર્થવાહની સ્ત્રી મરણ પામી. પછી સાર્થવાહ પણ પિતાની સ્ત્રીને મરણ પામેલી સાંભળીને મરણ પામ્યા. બહુ સ્નેહ રાખવાથી આ પ્રમાણે આયુનો ક્ષય થાય છે તે ઉપર આ સાર્થવાહ-સાથેવાહીનું દષ્ટાંત સાંભળી નેહને મહાબૂ જાણુને હે જીવ! તું તેને દિલમાં રાખીશ નહીં. ૪૪૩-૪૪૪.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org