________________
શ્રી ધર્મજાગરિકા
[ ૪૩૧ ] - હવે તે કામની દશ દશાઓ કહે છે – તે કામની છે દશ દશાઓ પ્રથમ ચિંતવના કરે, બીજી દશા તે જાણવી જે દેખવા ઈચ્છા કરે; લાંબા નિસાસા નાખવા એ જાણવી ત્રીજી દશા, તાવ આવે એહ ચોથી તનુ દહે પંચમ દશા. ૪૪૧ ભોજન ઉપર હોવેઅરુચિછી દશા પ્રભુ બેલતા, સાતમી મૂછ કહી તિમ આઠમી છે ઘેલછા; બેશુદ્ધિ નવમી મરણ પામે એહ દશમી જાણિયે, મૂળ કારણ રાગ સવિનું તિએ રાગ ન રાખિયે. ૪૪૨
અર્થ –કામની દશ દશા આ પ્રમાણે છે–પ્રથમ તો જેના પર રાગ થયો હોય તેની ચિંતવના કર્યા કરે, પછી બીજી દશામાં તેને વારંવાર જોવાની ઈચ્છા કરે, ત્રીજી દશામાં તેના વિરહથી–તેને ન જોવાની લાંબા નિસાસા મૂકે, ચોથી દશામાં તાવ આવે અને પાંચમી દશામાં શરીરમાં દાહ થાય, છઠ્ઠી દશામાં ભેજન ઉપર અરુચિ થાય, સાતમી દસામાં મૂચ્છ આવે અને આઠમી દશામાં ગાંડપણ થઈ જાય-ઘેલ બની જાય, નવમી દશા પ્રાપ્ત થતાં બેશુદ્ધ થઈ જાય અને દશમી દશા પ્રાપ્ત થતાં મૃત્યુ પામે. આ બધાનું મૂળ કારણ રાગ છે તેથી તીવ્ર રાગ કેઈની ઉપર ન રાખવે એમ શ્રી જિનેશ્વરે કહ્યું છે. ૪૪૧-૪૪૨.
હવે બહુ સનેહ કરવાથી આયુને ક્ષય થાય છે તે બતાવે છે –
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org