________________
[ ૪૩૦ ]
શ્રી વિજયપદ્મસુરિજી કૃત પ્રકારને કહ્યો છે. રાગના, સ્નેહના તેમજ ભયના નિમિત્તથી આયુષ્ય ઘટે છે-તૂટે છે. ૪૩૮.
હવે તે ત્રણે પ્રકાર વિવરીને કહે છે – અતિરાગ તિમ અતિસ્નેહ ભય પણ મૃત્યુદાયક જાણજે, બહ રાગ કરતાં પરબવાળી નાર સમ સ્થિતિ જાણજે, જળપાન કરવા પરબ ઉપરે એક માનવ આવિયે, પરબવાળી નારને બહુ રાગ જોતાં જગિયા. ૪૩૯ જળ પી જતાં તે પુરૂષ બાજુ નાર તે બહુ દેખતી, આઘો જતાં ના દેખવાથી મરણ બૂરું પામતી; કામકે પ્રબળ સાધન રાગ ઈમ જિનવર કહે, રાગી માનવ કામની અંતિમ દશા મૃત્યુ લહે. ૪૪૦
અર્થ –હે જીવ! અતિરાગ, અતિસ્નેહ અને અતિભયને મૃત્યુદાયક જાણજે-સમજજે. બહુરાગ કરવાથી પરબવાળીની જેવી સ્થિતિ થાય એમ ધ્યાનમાં રાખજે. એક પરબે જળપાન કરવા કઈ અતિ સુંદર પુરૂષ આવ્યું. તેને જોતાં પરબવાળીને તેના ઉપર બહુ રાગ ઉત્પન્ન થયો. પેલે પુરુષ જળ પીને જતાં પરબવાળી તેના તરફજ એકીટશે જોઈ રહી.
જ્યારે તે પુરુષ નજરથી દૂર થયો ત્યારે અતિરાગના આઘાતથી તે પરબવાળી મરણ પામી. જિનેશ્વરે કહ્યું છે કે–રાગ એ કામે ત્પત્તિનું પ્રબળ સાધન છે, તેથી અતિરાગી મનુષ્ય આ પ્રસંગે કામની છેલ્લી-દશમી મૃત્યુદશાને પામે છે. ૪૩૯-૪૪૦.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org