________________
[ ૨૮ ]
શ્રી વિજ્યપદ્યસૂરિજી કૃત ભેગવાયે અલ્પકાળે બાહ્ય ઉચિત નિમિત્તથી, દષ્ટાંત બળતાં દોરડાનું જાણજે સિદ્ધાંતથી. ૪૩૫
અર્થ –જે કર્મ બાંધતી વખતે શિથિલ બાંધ્યા હોય તેનીજ અપના થઈ શકે છે. આયુકર્મની જેમ બીજા પણ બધા કર્મોની અપવર્તન થાય છે. બાહ્ય નિમિત્તને લઈને જે કર્મ બાંધેલ સ્થિતિ કરતાં અલ્પકાળે ભગવાઈ જાય તેને અપવર્તન કહે છે. એને માટે બળતા દેરડીનું દષ્ટાંત સિદ્ધાતમાંથી જાણી લેવું. તે દષ્ટાંત આ પ્રમાણે છે-જેમ લાંબું કરેલું દેરડું એક છેડેથી સળગાવતાં લાંબે કાળે આખું બળી રહે છે અને તે દેરડાને જે ભેળું કરીને સળગાવ્યું હોય તો થોડા વખતમાં બળી જાય છે. તેમ કર્મોના પ્રદેશો તો બધા ભોગવવા પડે છે, પરંતુ સ્થિતિને અપવર્તના થવાથી ભેગા કરેલા દેરડાની જેમ થેડા વખતમાં જોગવાઈ જાય છે. ૪૩પ.
એજ વાત કાવ્યમાં કહે છે –
બહુવાર લાગે સળગતાં છુટી કરેલી રજજુને, વાર થોડી સળગતાં ભેગી કરેલી રજુને, એ ભાવ સપક્રમણો ભાગ્યે વિશેષાવશ્યકે, સાવચેતી રાખનારા દીર્ધ આયુ ધરી શકે. ૪૩૬
અર્થ:–છૂટી લાંબી કરેલી દેરડીને સળગતાં ઘણી વાર લાગે અને ભેળી કરેલી દેરડીને સળગતાં થોડી વાર લાગે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org