________________
શ્રી ધર્મ જાગરિકા
[ ૪૯ ]
હવે મૈત્રી વિગેરે ચાર ભાવનાનું સ્વરૂપ કહે છે:-~~ દુરિત કાઇ ન આચરા સધળા જના સુખીઆ અનેા, સવ પામા સુખ એવા ભાવના મૈત્રી સુા; આ ભાવનાવાળા ખમાવે . અન્યને પાતે ખમે, નિજ પર વિષે ના ભેદ માને સને પ્રેમે નમે, ૪૧૬ અર્થ:- કોઇ મનુષ્યા કે જીવા પાપ ન કરે અને સર્વે જીવા સુખી થાઓ-સર્વ જીવા સુખ પામેા, કાઇ દુઃખ ન પામે!” આવી ભાવના તે મૈત્રી ભાવના સમજવી. આ ભાવનાવાળા પાતે અમે ને અન્યને ખમાવે, સ્વપરમાં ભેદ ન માને અને સર્વને પ્રેમપૂર્વક નમસ્કાર કરે. ૪૧૬. હવે પ્રમાદ ભાવનાનું સ્વરૂપ કહે છેઃ—
-
સર્વ દાષા ટાળનારા વસ્તુતત્ત્વ વિલાકતા, ઈમ નાણુ કિરિયા બેઉને નિર્વાણ હેતુ માનતા; ગુણવંત જનના હૈ દમ શમ ઉચિતતા ગંભીરતા, વિનયાદિ ગુણને જોઇને પોતે હરખથી વાંઢતા. ૪૧૭ આવા પધારે। આસને મીઠાં વચન ઈમ ઉચ્ચરે, ગુણ પામવા તે પૂજ્યના ગુણના વખાણ સ્તુતિ કરે; દ્રવ્ય ભાવે ભક્તિ કરતાં હર્ષ સાચા મન ધરે, એ ભાવના સુપ્રમાદની શ્રાવક પ્રભાતે ઉચ્ચરે. ૪૧૮
અથ:—સર્વ દાષાને તજનારા, વસ્તુતત્ત્વના વિચાર કરનારા, તેમજ જ્ઞાન–ક્રિયા બંનેને મેાક્ષના હેતુપણે માન નારા એવા ગુણીજનના ધૈર્ય, ઇંદ્રિયદમન, શાંતિ, ઉચિતતા,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org