________________
[૪૮]
શ્રી વિજ્યપધસૂરિજી કૃત અર્થ –આ ભવરૂપી વૃક્ષના ફૂલ જેવા પુત્ર છે. સ્ત્રી તો લેઢા વિનાની છતાં પણ મજબુત બેડી સમાન છે. તથા કુટુંબી જન તો ફાંસલા જેવા છે, માટે હે જીવ! તું ટુંકાણમાં આ બધું સમજીને ચેતીને ચાલ. પુત્ર, સ્ત્રી વગેરે માટે તું જે જે પાપ કાર્યો કરીશ તેનું ફળ તે તારે એકલાને જ ભોગવવું પડશે. તેમાંથી તેઓ કઈ પણ ભાગ પડાવવાના નથીજ. માટે હે બેશરમી જીવ ! આ પ્રમાણે સંસારનું સ્વરૂપ જાણવા છતાં પણ તે ઉપાધિને કેમ છોડતો નથી? ૪૧૪.
હવે નિદ્રા આવતી વખતે તથા નિદ્રામાંથી જાગી જાય ત્યારે કેવી વિચારણા કરે તે જણાવે છે – મિત્રી પ્રમુખ ચારે અનુત્તર ભાવનાને ભાવતા, શ્રાદ્ધ લેતા અલ્પ નિદ્રા દેવ ગુરૂ સંભારતા, નિદ્રાત વિછેદ હોતાં એમ મનમાં ભાવતા, દર છંદી દોષ ભવ વિરાગ્ય રંગ વધારતા. ૪૧૫
અર્થ–એવી રીતે સંસારનું અનિત્ય સ્વરૂપ વિચારતાં તથા મૈત્રી વગેરે ચાર ઉત્તમ ભાવનાઓની ભાવના ભાવતાં ભાવતાં તથા દેવ અને ગુરૂનું સ્મરણ કરતાં કરતાં શ્રાવક થોડી નિદ્રાને લે છે. વળી જ્યારે ઉંઘ ઉડી જાય, અને જાગી જાય ત્યારે રાગ દ્વેષાદિ દોષને છેડીને, વૈરાગ્ય ભાવને વધારતા થકા આ પ્રમાણે (આગલી ગાથામાં કહેવાય છે તે પ્રમાણે) વિચારણા કરે. ૪૧૫.
૧. ચાર ભાવનાઓ આ પ્રમાણે–૧ મૈત્રી, પ્રદ, વારૂણ્ય, અને માધ્યસ્થ. આનું સ્વરૂપ પહેલાં કહ્યું છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org