________________
શ્રી ધર્મ જાગરિકા
[ ૪૧૭ ]
ચંપા કુસુમના રંગ જેવી સંપદા નારી તણેા, અનુરાગ પંકજદલ ઉપરના બિંદુ જેવા સ્વજનના; વળી પ્રેમ વીજળી તેજસમ કરિક સમ લાવણ્યના, ભપકા નદીના વેગ સમ દેખાય ચૈાવન દેહને. ૪૧૩
અર્થ:—આ ધન, દોલત વગેરે સપત્તિએ ચંપાના ફૂલના રંગ જેવી છે, અને તે થાડાજ વખતમાં નાશ પામનારી છે. તથા સ્ત્રીની પ્રીતિ તા કમળના પાંદડાં ઉપર રહેલા પાણીના બિન્દુની જેમ ક્ષણ માત્રમાં નાશ પામનારી છે. વળી માતા, પિતા, પુત્ર, પુત્રી વગેરે કુટુંબીએના સ્નેહ વીજળીના ઝમકારા જેવા ક્ષણિક છે. સ્વાર્થ હાય ત્યાં સુધીજ સ્નેહ બતાવવાના ડાય છે. વળી લાવણ્ય એટલે શરીરનું રૂપ-સુદરતાના ભપકા તે પણ હાથીના કાનની પેઠે ચંચળ છે. તેમજ શરીરને વિષે પ્રાપ્ત થએલી જુવાની નદીના પૂરની પેઠે થાડાજ વખતમાં વહી જનારી છે. આ બધી વસ્તુઓની અસ્થિરતા જાણીને હે ચેતન ! તું આ પદાર્થોમાં ખાટી આસક્તિ રાખીશ નહિ. ૪૧૩.
શ્રાવકે ભવ સ્વરૂપની વિચારણા આ પ્રમાણે કરવી, એ જણાવે છે:
ભવવૃક્ષ કુસુમ સમા સુતા બેડી અલાહ તણી રમા, અંજના છે પાસ જેવા ચેત સમજી ટૂંકમાં; પુત્રાદિ કાજ કરેલ પાપ તણા લે। મલરો તને, નિર્લજ્જ જીવ ! જાણે છતાં પણ કિમ તજે ન ઉપાધિને.૪૧૪
૨૭
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org