________________
શ્રી ધર્મજાગરિકા
[ ૪૧૫ ] માન તિમ અપમાનમાં તિમ સને માલા વિષે, સમ બનેલા જીવ ! તને પ્રભુ નામ લય કયારે થશે. ૪૧૦
અર્થ –હે જીવ! દુશ્મન તથા મિત્ર, સ્ત્રી તથા ઘાસને સમૂહ, પત્થર અને સોનું, રત્ન અને માટી, મેક્ષ અને સંસાર આ બધામાં તને સમપણું-સમાન ભાવ કયારે જાગશે? આદર સત્કાર તથા અપમાન, સર્પ અને ફૂલની માળાને વિષે સમ-સરખા ભાવવાળો બનીને પ્રભુનું નામ જપવામાં તને લીનતા–આસક્તિ કયારે થશે? કહ્યું છે કે “રાત્રી મિ तृणे स्त्रेणे स्वर्णेऽश्मनि मणौ मृदि ॥ मोक्षे भवे भविष्यामि નિવિરોધમતિ: કાવા છે ૪૧૦.
શીલભાવને મજબૂત કરવા શ્રાવકે આવા વિચાર કરવા જોઈએ એમ જણાવે છે – શીલ પિષણ કાજ નારી દેહ ખુબ વિચારવા, નિવણ કેરી અર્ગળા એ ગંદકીને ગાડા;
બારદાન વિશિષ્ટ દેખી વિબુધ મેહી કિમ બને.? નિહ બન ઝટ યાદ કરતાં મલ્લી નેમિ કુમારને. ૪૧૧
અર્થ–શીયલવ્રતના પાલન માટે સ્ત્રીના શરીર સંબંધી ઘણે વિચાર કરવા જેવો છે. કારણ કે સ્ત્રીના શરીરને જોઈને તેના રૂપ, લાવણ્ય, હાવભાવ વગેરેથી ડાહ્યા પુરૂષ પણ ભાન ભૂલીને તેણીને વિષે આસક્ત થાય છે. તેથી જ સ્ત્રીને મોક્ષરૂપી નગરમાં જતાં અર્ગળા એટલે ભૂંગળના જેવી કહેલી છે. વળી એ સ્ત્રીઓનું શરીર અપવિત્ર વસ્તુઓના ગોડવા–ઘડા સમાન છે, કારણ કે તેણીના શરીરમાં મળ,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org