________________
[ ૪૧૨ ]
શ્રી વિજયપદ્મસુરિજી કૃત પુરૂષ સાથ હજાર થાવાસુતે પ્રભુ નેમિની, પાસે પ્રવ્રજ્યા આદરી હૈયે હણીને મેહની. ૪૦૬
અર્થ – હે જીવ! વસુદેવની સ્ત્રી દેવકીના છ પુત્ર ભદિલપુરમાં સુલસાના ઘરે ઉછરીને મોટા થયા. તેઓએ દરેકે પિતાની બત્રીસ બત્રીસ સ્ત્રીઓને ત્યાગ કરીને ચારિત્ર ગ્રહણ કર્યું. તથા થાવાપુત્રે બાવીસમા શ્રી નેમિનાથ પ્રભુની આગળ એક હજાર પુરૂષો સાથે મેહરાજાને હિંમતથી નાશ કરીને પ્રવ્રજ્યા એટલે દીક્ષા લીધી. એવું જાણતાં છતાં વિષ્ટા અને મૂત્રાદિ ખરાબ પદાર્થોથી ભરેલી ચામડાની કોથળી જેવી સ્ત્રી આદિના મેહમાં ફસાઈને આત્મ હિત તરફ બેદરકારી શા માટે રાખે છે? ચાલ, ઊઠ, તૈયાર થઈ જા. થાવસ્થા પુત્ર વિગેરેની માફક શૂરવીર બનીને સંયમ સાધવામાં કટિબદ્ધ થઈ જા. હે જીવ! શરમાવા જેવું છે કે જેમ જેમ વાળ ધોળા થતા જાય, તેમ તેમ બુદ્ધિ ધોળી થવી જોઈએ, છતાં તેવું રજ પણ દેખાતું નથી. હવે તેમ ન જ થવું જોઈએ. ૪૦૬.
ઉપર જણાવેલ દષ્ટાંતે ઉપરથી કેવી ભાવના રાખવી તે કહે છે –
હે જીવ! તેઓની પરે નિઃસંગ થઈ માધુકરી, મુનિવૃત્તિને પામીશ ક્યારે ભાવના બારે ધરી; નીચ કેરે સંગ છેડી ગુરૂચરણ રજ અડકતા, ભવભ્રમણહરવાસજજ ક્યારે થઈશ?ગ સુસાધતા.૪૦૭
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org