________________
શ્રી ધર્મજાગરિકા
[૪૦૭ ]: થએલે તું તેને ત્યાગ કરી શકતો નથી. વળી માન મેહનીયના વશથી ઇંદ્રભૂતિ ગૌતમ ગણધર મેટા કષ્ટથી ધર્મ પામ્યા. શીલવીર (શીલવ્રત પાળવામાં અગ્રેસર) શ્રી સ્થૂલીભદ્ર મુનિની આસપાસ આ વેદ મોહનીયે ઘેરે ઘા એટલે તેમને મેહવશ કરવાને ઘણા પ્રયત્ન કર્યા. પરંતુ તેમને વિકાર રહિત જોઈને છેવટે તે પોતેજ હેરાન થઈને તેમની આગળથી નાશી ગયે. એટલે સ્થૂલિભદ્રજી આગળ તે કામદેવનું કાંઈ પણ ચાલ્યું નહિ. હે જીવ! તેવો નિર્વિકારી તું ક્યારે થઈશ ? એમ શ્રાવકે જરૂર વિચારવું જોઈએ. ૪૦૨.
મેહે કોને કોને હેરાન કર્યા? તે જણાવે છે – ભરત મૂકે ચક્ર બાહુબલી ઉપર તજી ટેકને, બલભદ્ર છ મહિના ઉપાડે ભાઈ કેરા મૃતકને; પીડા સહી જ ઈલાચીપુત્રે નરક સાથું રાવણે, એ મેહનાજ વિલાસ સંયમ ખર્કથી હણ તેહને. ૪૦૩
અર્થ:–ભરત ચકવતીએ પિતાને નિયમ તજીને પિતાના ભાઈ ઉપર ચકરત્ન છેડયું, તે શ્રેષરૂપી મેહનું જ પરિણામ હતું. વળી બલભદ્ર છ મહિના સુધી પોતાના ભાઈ કૃષ્ણ વાસુદેવના મડદાને પોતાના ખભા ઉપર ફેરવ્યું તે સ્નેહરૂપી મહિને વિલાસ જાણ. વળી શેઠના પુત્ર એલાચીપુત્રે નીચ કુળના નાટકીયાઓ સાથે રહીને નૃત્ય કરવાની પીડા સહન કરી, તે કામદેવરૂપ મેહને ઉદય જાણે. વળી આજ કામને વશ થઈ પરસ્ત્રી હરણ કરીને રાવણ રાજાએ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org