________________
શ્રી ધર્મજાગરિકા
[ ૪૦૫ ] પુરૂષે ભલે નિર્ધન હોય, તે પણ સંતોષ-શાંતિરૂપી દિવ્ય ધનને લઈને (તેઓ) ઈંદ્રના પણ નાયક કહેવાય, તેઓ અપૂર્વ શાંતિને અને અમુક અંશે મોક્ષસુખને પણ અહીં અનુભવ કરે છે. કહ્યું છે કે–“નિકતમામનાનાં, વાચિમનોવિI - रहितानाम् ॥ विनिवृत्तपराशानामिहैव मोक्षो न संदेहः ॥१॥ (૧૦) આસન્ન સિદ્ધિક મહારાજા ચકવતિઓ પણ છ ખંડની ઋદ્ધિમાં અને ૭૨ હજાર નગરના અને ૩૨ હજાર મુકુટબદ્ધ રાજાઓના અધિપતિપણામાં તથા ચૌદ રત્ન, નવ મહાનિધિ, ૬૪ હજાર સ્ત્રીઓમાં, વળી ૮૪ લાખ ઘેડા વિગેરે સૈન્યમાં, ૯૬ કોડ ગામના નાયકપણામાં લગાર પણ સુખ માનતા નથી. તેઓ તે કિપાક ફલની જેવા ભેગોને રોગના કારણ માનીને પરમ પવિત્ર સંયમ માર્ગને સ્વીકારે છે અને અપૂર્વ શાંતિ સુખને ભગવે છે. અને રસ્તામાં જતાં કઈ પૂછે તે જવાબમાં એજ કહે કે હું ભિક્ષુક છું. તેમ કહેવામાં જે અપૂર્વ આનંદ માને છે તે આનંદ પૂર્વે “હું ચકવર્તિ રાજા છું' એમ કહેતાં માનતા ન હતા. એમ ભેગષ્ણાનો ત્યાગ કરવાથી ધન્ય મુનિ આત્મહિત સાધી શકયા. (એમ અનુત્તરપપાતિક સૂત્રમાં કહ્યું છે) (૧૧) ધન અને સ્ત્રી આદિ પદાર્થોમાં જે આસક્તિ રાખે છે, તેવીજ અથવા તેથી વધારે લાગણું ભેગતૃષ્ણાને દૂર કરીને શ્રી જિનધર્મની આરાધનામાં રાખવી, કે જેથી થોડા ટાઈમે મુક્તિપદ સાધી શકાય. (૧૨) વિષ અને વિષયમાં એક “યકાર વધારે છે. એથી એમ સમજવું કે વિષ કરતાં વિષય ભયંકર દુઃખને આપે છે. જેઓ વિષ ખાઈને મરે તેમને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org