________________
[૪૦૪ ]
શ્રી વિજ્યપધસૂરિજી કૃત લેકમાં નિંદાપાત્ર બને, એમાં પણ નવાઈ શી? (૭) ભેગતૃષ્ણાને અનુકૂલ થવુંજ નહિ, કારણ કે તેમ થતાં ભયંકર દુખે ગવવા પડે છે. શાશ્વતા મુક્તિના સુખની ઈચ્છા હાય, તે ભગતૃષ્ણની સાથે કાયમ પ્રતિકૂલતાજ રાખવી. (૮) હે ભવ્ય જી ! જેમ લીંબડે કડે છતાં લીંબડાના કીડાને તે મીઠા લાગે, તેમ આ ભેગતૃષ્ણના પાપેજ તમને સંસાર કહે છતાં સારે લાગે છે, અને મોક્ષ ગમત નથી. જ્યારે તમે તેને દૂર કરશે, ત્યારે જરૂર તમને સંસાર ધૂલના ઢગલા જેવો લાગશે. નારી માત્રને (સ્ત્રીઓનો) દેહ વિષ્ઠા અને મૂત્ર વિગેરેથી ભરેલો છે, તે છતાં સ્ત્રીના મુખને ચંદ્ર જેવું ગણવું, અને તેના દાંતને મચકુંદ ફૂલની કલિકા જેવા ગણવા, આ બધું ભેગતૃષ્ણાના પ્રતાપેજ સંભવે છે.
ગતૃષ્ણા દૂર કરીએ તે અશુચિના ઢગલા જેવો નારીને દેહ જોઈને લગાર પણ મેહ થાય જ નહિ. બાવીસમા તીર્થકર શ્રી નેમિપ્રભુ અવધિજ્ઞાનથી ભગતૃષ્ણાની વિડંબનાઓ જાણતા હતા, તેથી જ તેમણે માતા શિવાદેવીને કહ્યું કેરાગીની ઉપર વિરાગભાવ ધારણ કરનારી આ માનવ દેહધારી સ્ત્રીને હું ચાહતો નથી. હું તે મુક્તિરૂપી સ્ત્રીને જ ચાહું છું કે જે વિરાગી (રાગને દૂર કરનાર) જીવોની ઉપર રાગ રાખે છે. (૮) પાંચે ઇંદ્રિયને મદદગાર મન છે. ભેગતૃષ્ણાને દૂર કરીએ, તે જરૂર મન વશ થાય, અને સ્થિર થાય. (૯) બંનેમાં મનુષ્યપણું સરખું છે, તે છતાં એક માણસ સામાને દાસ જેવો થઈને નીચ કામ કરે, એ ભેગતૃણને મહિમા છે. ભેગતૃષ્ણાને ગુલામડી બનાવનારા સંત
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org