________________
શ્રી ધર્મજાગરિકા
[ ૩૯૭ ] મને સાંભરતાં હોય તે તથા ન સાંભરતા હોય તે બધા અપરાધ માટે હું મિચ્છામિ દુક્કડં દઉં છું. મન વચન અને કાયાથી ખમાવું છું. એ પ્રમાણે કહે. ૩૯
સર્વ પાપસ્થાનને ત્યાગ કરવા પૂર્વક નિયમ કરવાનું જણાવે છે:સર્વ પાપસ્થાન છે ડું સ્થલ હિંસા આદિને, શયન થલથી અલગ ભાગે હું તનું ગતિ આદિને; નવકાર ન ગણું ત્યાં સુધી એ નિયમ હેજે મને, મનથી ઈહાંજયણાસમજાવિવિધદ્વિવિધ ભંગને. ૪૦
અર્થ:–આવા પ્રસંગે સ્થૂલ હિંસા એટલે જીવઘાતથી માંડીને અથવા સ્થૂલ પ્રાણાતિપાત નામના પહેલા પાપસ્થાનકથી માંડીને અઢારે પાપસ્થાનકને ત્યાગ કરું છું. તથા મારું શયનસ્થળ એટલે સૂવાની જગ્યા તે સિવાયની બીજી જગામાં ગતિ આદિને એટલે જવા આવવાને હું ત્યાગ કરું છું. અને આ નિયમ જ્યાં સુધી હું નવકારમંત્ર ન ગણે ત્યાં સુધી મારે છે. આ નિયમ હું દ્વિવિધ ભંગથી એટલે વચન અને કાયાથી ગમનાગમન કરીશ નહિ અને કરાવીશ નહિ એ પ્રમાણે પાળીશ. પરંતુ મનને શેકવું અશક્ય હેવાથી તેની જયણા રાખું છું. ૪૦૦.
આ ગાથામાં શ્રાવકને રાત્રે શીયલ પાળવાનું જણાવે છે – ઘણું કરીને શ્રાદ્ધ રાતે ધારતા શુભ શીલને, શીલ ભાવ ટકાવતા તે જેહ નિંદે મોહને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org