________________
[ ૩૯૬ ]
શ્રી વિજયપદ્મસૂરિજી કૃત
અરિહંત વિગેરે ચારનું ૧શરણુ અંગીકાર કરે તથા સર્વ જીવાને ખમાવે. વળી મરણુ અણુધાર્યુ આવે છે, આયુષ્યને ભરાંસા નથી એમ માનીને શરીર વિગેરેને વાસરાવે. અહીં એમ વિચારે કે રાતમાં કદાચ મારૂં અચાનક મરણ થાયતે હું મારા શરીર વગેરે સર્વ બાહ્ય પદાર્થને ત્રિવિધ ત્રિવિધે એટલે મન વચન અને કાયાથી કરવું નહિ, કરાવવું નહિ અને અનુમેાઢવું નહિ એ પ્રમાણે વેસિરાવું છું. ૩૯૮. કરેલા અપરાધને ખમાવવા માટે કહે છે:---- જે જે કા અપરાધ મેં તે સર્વ જાણે કેવલી, હેઝે ખમાવું શુદ્ધ ભાવે પ્રભુ તણી સાખે વળી; છદ્મસ્થ મૂઢ મને બધા અપરાધ ના પણ સાંભરે, તે સ માં મિચ્છામિ દુક્કડં હું દઉં ઈમ ઉચ્ચરે. ૩૯૯ અઃ—મે જે જે અપરાધેા કર્યા છે તે સર્વ અપરાધાને પૂજ્યપાદ કેવલજ્ઞાની મહારાજ સંપૂર્ણ જાણે છે તે સર્વ અપરાધાને હેઝે એટલે આનંદ પૂર્વક ખરા ભાવથી પ્રભુ ભગવાનની સાક્ષીએ ખમાવું છું. હું તેા છદ્મસ્થ છું. મૂઢ છું એટલે માહનીય કથી ઘેરાએલા છે. તેથી મારાથી થઇ ગએલા બધા અપરાધા (ગૂના) મને ન પણુ સાંભરે.
૧ ચાર શરણુ—૧ અરિહંતનું શરણુ ૨ સિનુ શરણુ, ૩ સાધુનું શરણુ અને ૪ કૈવલી કથિત ધર્મનું શરણ. શ્રી પ'ચસૂત્રમાં આ બાબત વિસ્તારથી કહી છે.
૨ છદ્મસ્થ—-છદ્મ એટલે ધાતી કમ, તેને વિષે રહેલા. અથવા જ્યાં સુધી ધાતી કા ક્ષય નથી થયા ત્યાં સુધી સંસારી જીવા છદ્મસ્થ કહેવાય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org