________________
શ્રી ધર્મજાગરિકા
[ ૩૮૯ ] કારણકે જેઓ ઉત્તમ મનુષ્ય ભવને ઈન્દ્રિયોના વિષયસેવન વગેરેમાં ગુમાવે છે, તેઓ લોઢાના ખીલા માટે સમુદ્રમાં વહાણ ભાગનારની જેવા મૂખ છે, અથવા ભસ્મને માટે ચંદનને બાળનારની જેવા છે તથા દેરાને માટે વૈદૂર્ય રત્નના હારને તેડનારાની જેવા છે. ભાવાર્થ એ છે કે જેઓ તુચ્છ વસ્તુને માટે ઉત્તમ પદાર્થોને નાશ કરે છે તેઓ મૂર્ખ સમાન ગણાય છે. તેમ વિષયાદિ સેવીને મનુષ્ય ભવ હારી જનારાઓ પણ તેમના સરખા જાણવા. ૩૯૦.
શ્રાવકે કુટુંબને જુદી જુદી રીતે ધર્મની ઉત્તમતા વિગેરે સમજાવવું જોઈએ એમ જણાવે છે:-- ઇચ્છા થકી પણ અધિક શિવનર અમરસુખને જે દીએ,
સ્વાધીન તે જિનધર્મ ઉત્તમ કલ્પવૃક્ષ પિછાણીએ; ભવ્ય નિધિ ચિંતામણી આ ધર્મ સેવી નર વરા, પામી ગયા વરલબ્ધિ સિદ્ધિ સંપદા શિવસુખ ખરા. ૩૯૧
અર્થ-જિનેશ્વર દેવે કહેલે ધર્મ ઉત્તમ (કેત્તર) કલ્પવૃક્ષ સમાન છે, કારણકે સારી રીતે આરાધન કરેલ આ જૈન ધર્મ પિતાની ઈચ્છા કરતાં પણ અધિક એવા મોક્ષ સુખને, મનુષ્ય સંબંધી સુખને તથા દેવ સંબંધી સુખને આપવાવાળે છે, તથા આ ધર્મ સ્વાધીન છે એટલે પરતંત્રતા વિનાને છે. આવા પ્રકારના ઉત્તમ નિધાન સમાન તથા ચિંતામણિ રત્ન સમાન આ ધર્મનું સેવન કરીને ઉત્તમ મનુષ્ય શ્રેષ્ઠ લબ્ધિ સિદ્ધિ અને સંપત્તિવાળા થઈને મોક્ષ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org