________________
[ ૩૯૦ ]
શ્રી વિજ્યપધસૂરિજી કૃત સુખને પામ્યા છે, માટે આ ધર્મ અવશ્ય આચરવા યોગ્ય છે. હે બંધુઓ! આ વાત તમારે લગાર પણ ભૂલવી નહિ. ૩૯૧.
શ્રી જૈન ધર્મ ઉત્તમ મિત્ર વિગેરેની જે છે, એમ કુટુંબને સમજાવવું જોઈએ:-- જિનધર્મ ઉત્તમ મિત્ર બાંધવ દિવ્ય ભાતા જેહ, પરમ ગુરૂ તિમ સાર્થવાહ સમાન વાહન જેહ, આષધીમાં ધાન્ય સેનું શ્રેષ્ઠ સઘળી ધાતુમાં, નંદન વન જિમ તેમ આ પ્રભુધર્મ સઘળા ધર્મમાં. ૩૯૨
અર્થ:–જેમ ઉત્તમ મિત્ર આપત્તિ કાળમાં પણ સાથે રહે છે તેમ આ ધર્મ પણ સદા સાથે રહેનાર હોવાથી તેને ઉત્તમ મિત્રની જે કહ્યો છે. વળી ઈષ્ટ વસ્તુ દેનાર હોવાથી અપૂર્વ બંધુની જેવો ધર્મ છે. ધર્મ સ્થીર હોવાથી દેવતાઈ ભાતા જેવો છે. તથા આ ધર્મ ઉત્તમ ગુરૂ સમાન છે. કારણકે ગુરૂ જેમ જીવને સન્માર્ગે લઈ જાય છે તેમ ધર્મ પણ સન્માર્ગમાં લઈ જનારે છે. વળી ધર્મ સાર્થવાહ સમાન છે. જેમ અટવીમાં માર્ગ ભૂલેલાને સાર્થવાહ માર્ગ બતાવે છે, તેમ ધર્મ પણ સંસાર રૂપી અટવીમાં ભૂલા પડેલા જીવને મેક્ષ માર્ગ બતાવે છે. વળી ધર્મ વાહન (ર) સમાન છે. જેમ રથ વડે જલ્દીથી ઇચ્છિત સ્થાને પહોંચાય છે તેમ ધર્મ રૂપી રથ જલ્દીથી મેક્ષ રૂપી નગરમાં પહોંચાડે છે. જેમ ઔષધિઓમાં ધાન્ય ઉત્તમ કહેલું છે કારણ કે ઔદારિક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org