________________
[ ૩૮૮ ]
શ્રી વિજયપદ્યસૂરિજી કૃત વિતરાગ પ્રભુના નાશ પામેલા છે, માટે પ્રભુનું વચન કદાપિ અસત્ય ન હોય તેવી દઢ આસ્થા રાખવી. હે બંધુઓ ! તમારે પણ તેવી દઢ શ્રદ્ધા જરૂર રાખવી, એમ શ્રાવકે હિતશિક્ષા આપવી. ૩૮૯.
વિષયાદિના કારણે મનુષ્ય ભવ બગાડશો નહિ એમ સૂચના કરે છે–– મિથ્યાત્વ છેડે યાદ કરતા દુખ તુરૂમણિદત્તના, સાધન મળેલા સફળ કરજે શત્રુ થઈને વિષયના લેહ કીલક ભસ્મ દોરા સમ પ્રકારો વિષયના, વહાણ ચંદન હાર જેવા નરભવાદિક આપણું. ૩૯૦
' અર્થ –મિથ્યાત્વને લઈને તુરૂમણિદત્તને પડેલું દુઃખ સંભાળીને મિથ્યાત્વનો ત્યાગ કરવો. તેમજ વિષયના-ઈન્દ્રિય સુખાનાં દુશ્મન બનીને પ્રાપ્ત થએલા ધાર્મિક સાધનને સફળ કરજે. એટલે મનુષ્ય ભવ તથા ધર્મની સાધનાની અમૂલ્ય સામગ્રી પામીને ધર્મકિયામાં આળસુ થશે નહિ. તે વસ્તુને જણાવવા પ્રયત્ન કરે છે. આગમના અર્થ કહેનારા પરમ દયાળુ શ્રી પ્રભુદેવમાં રાગ દ્વેષ અજ્ઞાન છેજ નહિ, માટે પ્રભુએ કહેલી પદાર્થોની બીના સાચીજ છે. એવી દઢ શ્રદ્ધા શાસનરસિક શ્રાવકોએ નિરંતર રાખવી જોઈએ.
૧ તુરૂમણિદત્તઃ–એણે ત્યાગી મુનિવરેની ઉપર ઘણે ઠેષ ભાવ રાખે એ કેવલ મિથ્યાત્વના જોરથી. તેમ કરવાને લઇને તે ભયંકર દુઃખ પામે, એમ સમજીને મિથ્યાત્વને ત્યાગ કરે. કુદેવને દેવ તરીકે, કુગુરૂને ગુરૂ તરીકે અને કુધર્મને ધર્મ તરીકે માનો એ મિથ્યાત્વ કહેવાય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org