________________
શ્રી ધર્મજાગરિકા '
[ ૩૮૭ ] દઈને ઝેરનું પાન કરનાર મૂર્ખની જેવા સિદ્ધાન્તમાં કહા છે, માટે હે બંધુઓ! જે ધર્મ પામીને તેને સાધવાને – સારી રીતે આરાધવાને ઉદ્યમ કરતા નથી તેઓ પિતાના આત્માને જ છેતરનારા જાણવા, તેમજ મોક્ષ પદવી મેળવવાને પણ તેઓ લાયક બનતા નથી. આવી ઉત્તમ હિત શિક્ષા શ્રાવકે સગા સંબંધીને હંમેશાં દેવી જોઈએ. ૩૮૮.
સિદ્ધાન્ત સાંભળનાર ભવ્ય જીવોએ કેવી ભાવના રાખવી? તે બતાવે છે -- મેરૂ ચલે શીત થાય અગ્નિ સૂર્ય ઊગે પશ્ચિમે, પંકજ ઉગે પત્થર વિષે કદી પણ ન જૂઠ જિનાગમે; જાઠના ત્રણ હેતુ વિણસ્યા શાસ્ત્ર ભાષક પ્રભુતણા, ભાવ નિશ્ચય એહવા આગમ શ્રવણ કરનારના. ૩૮૯
અર્થ –કદાચ મેરૂ પર્વત ચલાયમાન થાય, અગ્નિ શીતળ થાય, સૂર્ય પશ્ચિમ દિશામાં ઊગે અને પત્થરને વિષે કમળ ઊગે–આ અસંભવિત છતાં કદાચ સંભવે, તો પણ જિનેશ્વરનાં વચન અસત્ય નથી એવી નિશ્ચલ શ્રદ્ધા સિદ્ધાન્ત સાંભળનારા ભવ્ય જીવેએ રાખવી. કારણકે જૂઠ એટલે અસત્ય બલવાના ત્રણ હેતુ કહેલા છે, તે ત્રણે હેતુઓ
૧ ત્રણ કારણથી જૂઠ બોલાય છે. ૧ રાગથી, ૨ ૮ષથી, ૩ અજ્ઞાનથી. આ ત્રણે કારણેને પ્રભુમાં અભાવ છે. રાગથી સંસારી છો સામાના દોષ ઢાંકવાનો પ્રયત્ન કરે છે. અને દ્વેષથી સામાની ઉપર અછત દે ઢળવાનો પ્રયત્ન કરે છે. અને સમજણની એછાશને લઈને પણ જે વસ્તુ જે સ્વરૂપે રહી છે, તેથી ઉલટા સ્વરૂપે
કારણોને
ઉપર જમાના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org