________________
I ૩૮૬ ]
શ્રી વિજયપધસૂરિજી કૃત અર્થ?—જેઓ એકાંત હિતને કરનાર ગુરૂના ઉપદેશને સાંભળતા નથી, તેવા દુર્ભાગી મનુષ્ય જ્ઞાન રૂપી ચક્ષુથી રહિત હોવાથી આંધળા જેવા સમજવા. તેઓ પિતાનું કર્યું હિત (આત્મલાભ) કરી શકે? અથવા નજ કરી શકે. તેવા મનુષ્યોને ઉત્તમ રત્નને છોડીને કાચના કકડા લેનાર મૂર્ખના જેવા મૂર્ણ જાણવા. વળી ગુરૂને ઉપદેશ સાંભળીને તે શ્રવ
ના ફળ રૂપ નિર્મલ આચાર પાડવાનું ભૂલવું નહિ. એટલે સદગુરૂના ઉપદેશની પ્રાપ્તિ ઘણી દુર્લભ છે, તે પણ પુણ્યની પ્રબળતાથી કદાચ પામ્યા, તેમાં પણ ગુરૂના ઉપદેશને અનુસારે વર્તન કરવું ઘણું દુર્લભ (મુશ્કેલ) છે, માટે શ્રી ગુરૂ મહારાજનો ઉપદેશ સાંભળીને તે પ્રમાણે નિર્મલ આચરણ (વર્તન) રાખવામાં ઉદ્યમ કરવો. એમ હે બંધુઓ! તમે યાદ રાખજે-ભૂલશે નહિ. ૩૮૭.
પૂર્વે કહ્યા મુજબ નહિ કરનારાઓને કેવા સમજવા? તે વિગેરે જણાવે છે – જિન વચનને સુણતાં છતાં પાલન જે આચારને, અમૃત તજી તે ઝેરને પીનાર સમ ઈમ પ્રવચનને; ધર્મને પામ્યા છતાં ઉઘમ કરે નહિ સાધવા, નિજ આત્મવંચક તેજનનાયોગ શિવપદ પામવા. ૩૮૮
અર્થ –જે મનુષ્ય જિનરાજના હિતકર વચનને સાંભળવા છતાં ઉત્તમ આચારને પાલતા નથી. એટલે તે વચનને અનુસાર વર્તન કરતા નથી, તેઓને અમૃત છોડી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org