________________
શ્રી ધર્મજાગરિકા
[ ૩૮૫ ] દુર્લભ છે. પ્રબળ પુણ્યવંતને સમ્યકત્વને લાભ થાય છે. ૩૮૫.
સમ્યગ્દષ્ટિ જીવોને ગુરૂ મળવા મુશ્કેલ છે, એમ જણાવે છે:સમકતવંતા ભવ્ય ગુરૂ સંગેજ સાથે ધર્મને, ગુરૂ વિના નિસ્વાર્થ કરતા? કોણ યોગક્ષેમને ચરણ કરણપરા સમયસર ધારતા સૂત્રાર્થને, પામીએ પુયેજ જે ઉપદેશતા જિન ધર્મને. ૩૮૬
અર્થ –સમક્તિવંત ભવ્ય ગુરૂના સત્સંગથી ધર્મની સાધના કરી શકે છે. માટે સમતિ પામ્યા છતાં પણ સદુગુરૂની પ્રાપ્તિ થવી મુશ્કેલ છે. કારણ કે સદ્ગુરૂ વિના સ્વાર્થ રહિતપણે વેગ અને ક્ષેમના કરનારા બીજા કેણ છે? તેથી ચરણ સિત્તરી અને કરણ સિત્તરીને ધારણ કરનારા અવસર ઉચિત સૂત્ર અને અર્થને ધારણ કરનારા જૈન ધર્મને નિઃસ્વાર્થ ઉપદેશ કરનારા ઉત્તમ ગુરૂ મહારાજની પ્રાપ્તિ પૂર્ણ પુણ્ય વડે જ થાય છે. ૩૮.
ગુરૂ મહારાજના હિતોપદેશ ન સાંભળે તે કેવા કહેવાય એ જણાવે છે – એકાંત હિતકર ગુરૂ તણે ઉપદેશ જે ના સાંભળે, તે જ્ઞાનરૂપી નયનહીશું અંધ નિજ હિત શું કરે વર રત્ન છેડી કાચ લેનાર સમા એ જાણીએ, . શ્રવણુ ફલ આચાર નિર્મલ પાલવો ન ભૂલીએ. ૩૮૭
૧ ગ–નવા સમ્યગ્દર્શન વિગેરે ગુણોનું પમાડવું તે યોગ કહેવાય–“અપ્રાતી પ્રાપ ચાર”
૨ ક્ષેમ–ાતી રક્ષr મ–પામેલા ગુણોને સાચવવાને * ઉપાય દેખાડે તે ક્ષેમ કહેવાય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org