________________
શ્રી ધર્મજાગરિકા
[૩૮૩ ] આર્યદેશ સુધર્મ સાધન યોગ્ય ઉત્તમ કુલ વળી, વર કુલે આચાર ઉત્તમ હોય વર જાતિ વળી. ૩૮૩
અર્થ –કદાચ મનુષ્ય ભવ મળે તે છતાં પણ આર્ય દેશ, ઉત્તમ કુલ, ઉત્તમ જાતિ; ઉત્તમ રૂપ, આરોગ્ય, વિજ્ઞાન અને સમ્યકત્વ પામવા તે અનુક્રમે અધિક અધિક દુર્લભ છે. હવે આ વસ્તુઓ એક એકથી દુર્લભ કેવી રીતે છે તે સમજાવે છે -મનુષ્યપણું પામે તે છતાં આર્ય દેશ પામે દુર્લભ છે. કારણ કે જે અનાર્ય દેવામાં જન્મ થાય, તો ધર્મનું નામ પણ સાંભળવું મુશ્કેલ છે, માટે આર્ય દેશની પ્રાપ્તિ મુશ્કેલ કહી. આ ભરતક્ષેત્રમાં સાડા પચીસ આર્ય દેશ છે. તે સિવાયના બીજ અનાર્ય છે. કદાચ આર્ય દેશ મળે તે છતાં ધર્મ સાધના માટે લાયક ઉત્તમ કુલની પ્રાપ્તિ દુર્લભ છે. કારણ કે ઉત્તમ કુલમાં ઉત્તમ આચાર હાય છે. તેમાં પણ ઉત્તમ જાતિ મળવી તે અધિક મુશ્કેલ છે. તેનું કારણ આગળ જણાવશે. ૩૮૩.
શા કારણથી ઉત્તમ જાતિ મળવી દુર્લભ છે? એમ કહ્યું તેને ખુલાસે વિગેરે જણાવે છે – જાતિ ઉત્તમ જેહની તે કષ્ટમાં પણ થીર રહે, નિષ પાંચે ઈદ્રિયો એ રૂપ પુણ્ય બલી લહે; રૂપ છતાં પણ રોગથી ન સધાય ધર્મ વિશેષથી, આરોગ્ય દુર્લભતિણ કહ્યું વિજ્ઞાન દુર્લભ એહથી. ૩૮૪
અર્થ:–કારણ કે જે જાતિ ઉત્તમ હોય તો તે જાતા વાન માણસ સંકટના સમયમાં પણ શ્રી કામદેવ વિગેરેની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org