________________
૩૮૨]
શ્રી વિજયસૂરિજી કૃત પ્રમાણે લેચ કરાવનાર અને તપસી મુનિરાજની ભક્તિ પણ અપૂર્વ લાભદાયક છે. પૂરા પુણ્યજ શ્રાવકને તે અવસર મળે, આવા ઈરાદાથી તે પાંચ મુનિરાજની આહારાદિના દાન વડે કરેલી ભક્તિ સિદ્ધાન્તમાં અધિક લાભદાયી કહી છે. ૩૮૧
હવે શ્રાવક પિતાના સગા સંબંધીને ધર્મમાં દઢ કરવા કે ઉપદેશ આપે? તે કહે છેસ્વજનાદિકનેજિનધર્મમાં મજબુત કરવાઈમકહે, દુર્લભ વિશેષે ભાગ્યશાલી નર ભવાદિકને લહે; બહુવાર અન્ય ભવે મલે પણ સહેજ નરભવનામલે, જિમ દરિદ્ર નિધાનને એવું વિચારે પલ પલે. ૩૮૨
અથ–શ્રાવક પિતાના કુટુંબી માણસોને જૈન ધર્મમાં સ્થિર કરવા માટે આ પ્રમાણે કહે કે હે બંધુઓ ! આ સંસારમાં મનુષ્ય ભવ જિન ધર્મ વગેરે પામવા ઘણું દુર્લભ છે. જેમણે ઘણું પુણ્ય કર્યો હોય તેજ ભાગ્યશાળી છે આ મનુષ્ય ભવ વગેરે સામગ્રી પામે છે. તિર્યંચ વિગેરેના ભવ તે ઘણી વાર મળે છે, પણ જેમ ગરીબ માણસને નિધાનની પ્રાપ્તિ થવી મુશ્કેલ છે તેમ આ મનુષ્ય ભવ સહેલથી મળતું નથી એમ વારંવાર વિચાર કરજે. ૩૮૨.
મનુષ્ય ભવમાં શું શું પામવું દુર્લભ છે? તે આ પ્રમાણે કહેવું:ક્રમસર તિહાં પણદેશ કુલવર જાતિરૂપ આરોગ્યને, પામવું દુર્લભ અધિક વિજ્ઞાન તિમ સમ્યકત્વને;
?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org