________________
જરૂર ભણીશSીશ. અને તે દવાથી ઘણે લો
[ ૩૮૦ ]
શ્રી વિજ્યપદ્રસૂરિજી કૃત અર્થ –સવારે, મધ્યાન્હ અને સાંજે એ ત્રણે કાળ જિનવંદના એટલે દેરાસરમાં જઈ પ્રભુને અવશ્ય વંદન કરીશ. (૧) તથા પોતાની શક્તિ અને પરિણામ વિચારીને ઓછામાં ઓછું નવકારસીના પચ્ચખાણથી માંડીને બની શકે તેવું પચ્ચખાણ કરીશ, (૨) વળી હું પ્રથમ જે શીખે છું તેને સંભારીશ-યાદ કરીશ, (૩) દરરોજ થોડું ઘણું પણ નવું જરૂર ભણશ. (૪) તથા ગુરૂ મહારાજના વચનને–વ્યાખ્યાનને દરરોજ સાંભળીશ. અને તે પ્રમાણે વર્તન કરીશ. (૫) કારણ કે તે પ્રમાણે સાંભળવાથી અને વર્તવાથી ઘણો લાભ થાય છે, તથા તેવા જીવ હિતાહિત માર્ગ એટલે આત્માને લાભ કરનાર રસ્તાને તથા નુકસાન કરનાર માર્ગને જાણે છે. ૩૭ અમુક સંખ્યામાં ગણીશ નવકાર અથવા કને, ગુરૂભક્તિ જરૂર કરીશ હરાવીશ ઔષધ આદિને; ખબર રાખીશ ગ્લાન ગુરૂની જરૂર પડતાં વૈદ્યને, લાવી કરાવીશ હું દવા નિજ શક્તિથીધરી ભાવને ૩૮૦
અર્થ:–અમુક સંખ્યામાં એટલે પાંચ, દશ, પચીસ કે તેથી વધારે સંખ્યામાં વખત પ્રમાણે નવકાર મંત્ર અથવા કલેક ગણીશ. (૬) ગુરૂ મહારાજની ભક્તિ-વિનય વૈયાવચ્ચ અવશ્ય કરીશ. ષડ વગેરે જે વસ્તુઓની જરૂર હશે તે હેરાવીશ. ગ્લાન એટલે રેગી મુનિરાજની ખબર રાખીશ. તેમની બરોબર સંભાળ રાખીશ. વળી ખાસ વૈદ્યની જરૂર હશે તે વૈદ્યને બોલાવી લાવીને પિતાની શક્તિ પ્રમાણે ભાવપૂર્વક હું ગુરૂ મહારાજની દવા કરાવીશ. (૭) ૩૮૦.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org