________________
[૩૭૮]
શ્રી વિજ્યપધ્ધસૂરિજી કૃત પણ તેવું કરવા માંડે, માટે તમે તેમ કરશે નહિ. ખરી રીતે પર્વ દિવસમાં એટલે ત્રણ ચોમાસાની અઠ્ઠાઈ, પર્યુષણ, મૌન એકાદશી, જ્ઞાનપંચમી વિગેરે પવિત્ર દિવસેમાં આરંભ સમારંભ થાય જ નહિ. તે પછી તેવા કામની પહેલ તે કરાયજ શેની? ૩૭૬
શ્રાવકે પરિવારને સમજાવવું જોઈએ કે પાણીને ઉપયોગ આવી રીતે કરે. તે જણાવે છે – પાણી ગળીને માપસર નિજ કાર્યમાં લેજે સદા, સંધરે નિર્જીવ ચોખા ધાન્ય આદિક સર્વદા; પરિભેગ કરો બહુ તપાસી જીવદયા દીલમાંધરી, જયણાતણું ફલ હીન પણ સિધર્મની અદ્ધિ ભલી. ૩૭૭
અર્થ:–હે શ્રાવક! તમારે પાણીની વપરાશ પણ પાણીને સારી રીતે ગળીને કરવી. તથા માપસર એટલે જેટલું જોઈએ તેટલું. વાપરવું. પણ નકામું ઢળવું નહિ. પાણીના નળ વગેરે કામ વિના નકામા છૂટા મૂકવા નહિ. વળી ચોખા, ઘઉં વગેરે અનાજ પણ સારી રીતે તપાસીને ધનેરાં ઈયળ વગેરે જેમાં ન હોય તેવા પ્રકારનું સંઘરવું (રાખવું). વળી તે વાપરતી વખતે પણ જીવ દયા હૃદયમાં ધારણ કરીને બરાબર તપાસ કરવી. જીવજંતુવાળા હોય તે બરાબર સાફ કરીને વાપરવા. અત્યંત સડેલાં હોય તે ઉચિત સ્થાનકે મૂકીને ત્યાગ કરવાં, પણ વાપરવા નહિ. આ પ્રમાણે જેઓ કાળજીપૂર્વક જયણા રાખે છે તેઓ જયણાના ઓછામાં ઓછાં ફળરૂપે પણ સૈધર્મ નામના પ્રથમ વૈમાનિક દેવની
તે ગળીને મારી પાણીની
જટલું જ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org