________________
શ્રી ધર્મજાગરિકો
[૩૭૭ ]
કારણ કે તે પણ રાગ દ્વેષમાં વધારે કરે છે. વળી વિકથા કરવાથી ધર્મની હાનિ આ ભવમાં થાય છે અને પરભવમાં તેથી દુર્ગતિ મળે છે. આ સંબંધી સ્થાનાંગ સૂત્રના ચોથા અધ્યયનમાં ઘણે વિસ્તાર કહે છે. માટે તમે કદાપિ પણ વિકથા કરશો નહિ. વળી હિંસાના સાધન શસ્ત્ર વગેરે નિષ્કાનરણે એટલે ખાસ સગાઈ આદિ કારણ વિના બીજાને આપવા નહિ. કારણ કે તેનાથી બીજે જે પાપકર્મ કરે છે તેમાં આપના નિમિત્ત કારણ થાય છે. ૩૭૫.
ઉત્તમ શ્રાવકે પરિવારને કહેવું કે તમારે બીજાને આવો પાપને ઉપદેશ ન દે જોઈએ – ક્ષેત્રને ખેડો ન કિમ? ન પલટતા કિમ બળદને, ધમી તમે કરશે નહિ એ પાપના ઉપદેશને, શરૂ ના કરે સાવદ્ય તેવું જોઈ જે બીજા કરે, પર્વમાં લિંપના પ્રમુખની પહેલ બુધ જન ના કરે. ૩૭૬
અર્થ:—તમે ખેતર કેમ ખેડતા નથી? તમે આ બળદને કેમ પલટતા નથી-એટલે હળ સાથે અથવા ગાડા વગેરેમાં કેમ જોડતા નથી? આવા પ્રકારના પાપના ઉપદેશને હે ધમી શ્રાવકે! તમે કેઈની આગળ કરશે નહિ. વિશેષમાં તેવા પ્રકારના સાવદ્ય-પાપવાળા કામની શરૂઆત તમારે પોતે કરવી નહિ, કે જે જોઈને બીજાઓ પણ તેનું અનુકરણ કરે. વળી પર્વના દિવસોમાં લિંપવું વગેરે કાર્યની શરૂઆત પંડિત– સમજુ માણસે કરતા નથી. એવું કરતાં જોઈને બીજા માણસો
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org