________________
[ ૩૭૬ ]
શ્રી વિજયપદ્મસૂરિજી કૃત
કરવાથી ઘણી જાતના ગેરફાયદા છે. કારણ કે આહારની વાતા સાંભળીને સારી સારી વસ્તુઓ ખાવાની ઇચ્છા થાય છે તેથી મન આહારમાં દોડયા કરે છે, તેથી તેના પ્રત્યે આસક્તિ વધ્યા કરે છે, અને ખાવામાં નિયમ ન રાખે તે આરોગ્યને પણ નુકસાન થાય છે. માટે લેાજન સંબંધી કથાના ત્યાગ કરજો, તથા જનપદ એટલે દેશ સંખ ́ધી કથા કામ ધંધા વિનાના નવરા માણુસા કરે છે. અમુક દેશ સારે છે અમુક ખરાબ છે. અમુક દેશના માણસા અમુક પ્રકારના છે તે દેશકથા જાણવી. વળી ચેાથી રાજકથા એટલે રાજા સંબ ંધી કથા પણ ન કરવી. કારણકે તેમાં રાજ્ય તરફથી નિગ્રહ એટલે કેદ, દંડ વગેરેને ભય રહેલા છે. માટે આ ચાર પ્રકારની કથા જે વિથાના નામે ઓળખાય છે તેના ત્યાગ કરીને તમે એક ધર્મકથા કરો. ૩૭૪.
વ્હેલાં કહેલી ચાર વિકથા સિવાયની બીજી પણ વિકથા તમારે કરવીજ નિહ. એમ શ્રાવકે પરિવારને કહેવું એ જણાવે છે:
મલ્લાદિ પાંચ તણી કથા પણ રાગ દેષ વધારતી, વિકથા કરતા ધર્મ હાનિ પરભવે પણ દુર્ગતિ; વિસ્તાર સ્થાનાંગે ઘણા વિકથા કદી કરીએ નહિ, નિષ્કારણે શસ્ત્રાદિ પરજનને કદી દઇએ નહિ. ૩૭૫ અ:—મહૂ વગેરે પાંચની કથા પણ કરવી નહિ.
૧. મલ વગેરે પાંચ આ પ્રમાણે:-૧. મદ્યકથા—બાહુવ લડનારની કથા. ૨. નટકથા-નાચ કરનારાની કથા, ૩. નાટકકથા— નાટક કરાવનારની કથા, ૪. મુષ્ટિકકથા- મુષ્ટિ વડે યુદ્ધ કરનારની કથા, ૫. સંગ્રામકથા યુદ્ધ કરનાર સૈનિકાની કથા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org